________________
અણગારનાં અજવાળા ]
હતો.
[ ૧૭૯
વિચરણ : પૂ.શ્રીનો વિહાર પ્રદેશ સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્ર
અનેક આત્માઓને ધર્માભિમુખ કર્યા : તેમની સરળતા, વિદ્વત્તા, ગંભીરતા એવા અનેક ગુણોથી પૂ.શ્રી અનેક જૈન-જૈનેતર શ્રોતાઓને અહિંસામય અને ધર્મમય બનાવ્યા. સંયમ અને શીલનાં દાન આપ્યાં. કેટલાંકને વ્રત–નિયમોનાં પચ્ચક્ખાણ કરાવ્યાં. ગુજરાતી સંત-સતીજીઓમાં વિ.સં. ૨૦૧૩માં પ્રથમ પૂ.શ્રી મુંબઈ પધાર્યાં. ત્યાંના સમાજને ધર્માભિમુખ કર્યો. કહો કે તેમના માટેના જ્ઞાનનાં દ્વાર ખોલ્યાં. પૂ.શ્રી.નાં મુંબઈનાં ચાર ચાતુર્માસ દરમિયાન ૧૦૧ યુગલોએ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. પાંચ બહેનોએ દીક્ષા અંગીકાર કરી અને અનેક આત્માઓ કલ્યાણને પંથે દોરાયા. પૂ.શ્રીને પાંચ સુશિષ્યાઓ ઃ (૧) પૂ.શ્રી દમયંતીબાઈ-પાલનપુર, (૨) પૂ.શ્રી દીક્ષિતાબાઈ-વઢવાણ, (૩) પૂ.શ્રી હીરાબાઈ-વઢવાણ, (૪) પૂ.શ્રી સવિતાબાઈ–કડી, (૫) પૂ.શ્રી પ્રફુલ્લાબાઈ–મુંબઈ. તેમને ૧૭ પ્રશિષ્યાઓ હતી. તેમનો કુલ ૪૨ ઠાણાનો પિરવાર છે.
મુસીબતોને મૂંઝવી : એક વખત વિહાર કરતાં પૂ.શ્રી સૂરજબાઈ, તારાબાઈ, કેસરબાઈ અને વસુમતીબાઈ આર્યાજીઓને ચાર બુકાનીધારી ઘોડેસવારો આડા ફર્યા. કોઈ ડર્યું નહીં. સતત નવકારમંત્ર ભણ્યા. તેનો અને પૂ.શ્રી સતીજીઓનાં ઝળહળતાં ચારિત્રની અને તેમની નીડરતા અને નિર્ભયતાને કારણે ઘોડેસવારો પાછા ફર્યા. મુસીબતોમાં પોતે ન મૂંઝાયાં. શીલનું રક્ષાબંધન જીવનને નંદનવન બનાવે છે.
ભીતિ અને પ્રીતિ : પૂ.શ્રી વસુમતીબાઈનાં વાણી અને સંયમ ખૂબ પ્રભાવક રહ્યાં. તેઓ સ્પષ્ટવક્તા અને નીડર હતાં. તેમની પાસે બાંધછોડની વાત કરી શકાતી નહીં. કડક શિસ્ત-પાલનના સદાગ્રહી, ભીતિ અને પ્રીતિ ઉભયની અનુભૂતિ કરાવનાર હતાં. સૂત્રજ્ઞાનનાં અભ્યાસી હતાં. તેથી વિદુષી મ.સ. તરીકે તેમણે પ્રસિદ્ધિ મેળવી. તેથી તેમને વાણી ઉપર ઘણું પ્રભુત્વ હતું. તેને કારણે તેમનાં વ્યાખ્યાનનાં પુસ્તકો ‘વસુઝરણાં’, ‘વસુધારા’, ‘વસુસુવાસ' વગેરે પુસ્તકોની વ્યાખ્યાનમાળા બહાર પડી.
વિદુષીની વાણી : પૂ.શ્રી ઘાસીલાલજી મ.સા.ના શબ્દોમાં : “તેમની