________________
૧૭૦ ]
[ અણગારનાં અજવાળા
વિરહે વિરાગ ભણી
પૂ. શ્રી વાસંતીબાઈ (વસંતબાઈ) મહાસતીજી
[દરિયાપુરી સંપ્રદાય]
નામ : વસંતબહેન, ૫ બહેન- ૧ ભાઈ.
માતાપિતા : શ્રી લહેરીબહેન માતા, પિતાશ્રી : છોટાલાલભાઈ નગરશેઠ ઝીણાશ્રાવક.
જન્મસ્થળ : કલોલ, જન્મ સમય : ૧૯૬૦, મહા સુદ ૫ વસંત પંચમી. જ્ઞાતિ : દશાશ્રીમાળી જૈન.
શૈક્ષણિક યોગ્યતા ઃ ગુજરાતી ૫ ધોરણ.
દીક્ષાતિથિ : સં. ૧૯૮૭, મહાસુદ પાંચમ, વસંત પંચમી. દીક્ષા સ્થળ : માધુપુરા.
ધાર્મિક અભ્યાસ : ૯ સિદ્ધાંત અર્થ-ભાવાર્થ સાથે.
વિહારક્ષેત્ર : ગુજરાત, કાઠિયાવાડ, ચરોતરમાં ભરૂચ સુધી.
.
કાળધર્મ-સમય : ૯૭ વર્ષ પૂરાં. ૭૨ વર્ષનો સંયમપર્યાય. તા. ૨૩-૧૨૦૦૨, પોષ સુદ ૧૦ બુધવારે રાત્રે ૧-૫ મિનિટે. સ્થળ : અમદાવાદ–વિજયનગર ઉપાશ્રય.
ભક્તિ એવી પંખીણી, જેને જ્ઞાન-વૈરાગ્ય બે પાંખ છે; ચિદાકાશમાં એ તો ઊડે, જેને સદ્ગુરુ રૂપિણી આંખ છે.
અખો
મનોરમ્ય સુંદર ફૂલોથી લચી પડેલાં ડાળીવાળાં વૃક્ષો ઝૂલતાં હતાં, સુંદર કલાત્મક પાંખોવાળા રંગબેરંગી પતંગિયાં ફૂલે ફૂલે જઈ બેસતાં હતાં, પવન પણ જાણે ખુશમિજાજમાં મધુરું સંગીત રેલાવતો વાઈ રહ્યો હતો...કુદરતે પણ જાણે ખોબેને ખોબે પૃથ્વી ઉપર સૌંદર્ય વેર્યું હતુ...કઇ ખુશીમાં....! પંચ મહાવ્રતધારી શ્રમણોના ચરણરજથી જે કલોલની ધરતી સદાય પાવન થતી રહી છે તે પાવન થયેલી પસ્તી ઉપર ધર્મનિષ્ઠ માતા