________________
૬૬ ]
[ અણગારનાં અજવાળા
આચાર્ય ભગવંતની વૃદ્ધાવસ્થાને કારણે શરીર સાથ દેતું ન હતું. અહમદનગર ધાર્મિક પરીક્ષા બોર્ડના પરિસરમાં આચાર્યશ્રીએ સ્થિરવાસ કર્યો અને સાધનામાં રત રહ્યા.
૨૮ માર્ચ ૧૯૯૨ માં સમાધિભાવે કાળધર્મ પામ્યા.
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ભારતના અનેક પ્રાંતમાંથી આચાર્યના અંતિમ દર્શને હજારો ભાવિકો આવ્યા. શ્રાવકોએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી.
અધ્યાત્મયોગી પૂ. શ્રી કેશવલાલજી મ.સા.
(લીંબડી ગોપાલ સંપ્રદાય) કચ્છ દેશલપુર ગામે પિતા જેતસીભાઈ અને માતા સંતોકબાઈ ધર્મ પરાયણ પ્રસન્ન દામ્પત્યને વરેલા સંસ્કારી પટેલ કુટુંબમાં વિ.સં. ૧૯૬૪ કારતક સુદ ૧ નૂતન વર્ષના પવિત્ર પર્વના દિવસે કેશવલાલનો જન્મ થયો.
જેતશીભાઈને વ્યાપાર અર્થે મુંબઈ જવાનું થયું. તરુણ કેશવલાલ મુંબઈની શાળામાં શિક્ષણ મેળવવા લાગ્યો, નાની ઉંમરે પિતાનું છત્ર ગયું. શિક્ષણ છોડ્યું મોટાભાઈને ધંધામાં સહાયક બન્યા મોટાભાઈનો પણ વિયોગ
થયો.
- સંતોની વ્યાખ્યાનવાણી સાંભળતાં વૈરાગ્યભાવ ઉત્પન થયો. સંયમમાર્ગે જવાના ભાવ થયાં.
માતાની આજ્ઞા મળતાં મુંબઈની દુકાન સદાને માટે વધાવી લીધી અને કચ્છ પક્ષના આચાર્યશ્રી શામજી મહારાજને ચરણે દીક્ષાનાં દાન દેવા વિનંતી કરી.
ગુરુપાસે વિદ્યાભ્યાસ કર્યા પછી દેશલપુરમાં સંવત ૧૯૮૧ના જેઠ વદ અને દિવસે સંયમ અંગીકાર કર્યો. માત્ર ક્રિયાકાંડ પ્રત્યે અરુચિ થતા સં. ૧૯૮૪ની સાલમાં માળીયા પાસે કીડી-રણની ટીકરે આગમ ગીતાર્થ મોહનલાલજી સ્વામી પાસે દીક્ષા થઈ.