________________
અણગારનાં અજવાળા ]
[ ૬૭ ગુરુજી પાસે દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્ર વિ. આગમોનું અધ્યયન કર્યું આ કાર્યમાં પૂજ્ય શ્રી વાલજી મહારાજ તથા શ્રી મણીલાલજી મહારાજ તેમને ખૂબ જ સહયોગ આપતા.
પૂ. વાલજી મહારાજ સં. ૨૦૦૦ ચૈત્ર માસમાં અને મણીલાલજી "મહારાજ અષાડ માસમાં જોરાવરનગર મુકામે કાળધર્મ પામ્યા. સંતોના સમાધિ મરણના દેશ્ય જોતા કેશવલાલજી મહારાજની વૈરાગ્યધારા ઉલસી રહી હતી.
સૌરાષ્ટ્રના રાજકોટ ઉપરાંત ઝાલાવાડના વિવિધ ક્ષેત્રોમાં ધર્મ પ્રભાવના કરી.
પૂજ્યશ્રીનો મોટોભાગ સ્વાધ્યાયમાં જતાં સંસ્કૃતના અભ્યાસમાં સિદ્ધાંત કૌમુદી, ન્યાયશાસ્ત્ર, કાવ્ય વ્યાકરણના અભ્યાસ, જ્ઞાનસાગર અને આત્મસિદ્ધિ જેવા ગ્રંથોનું વારંવાર અધ્યયન કરતાં. સ્મૃતિબળ વિશેષ અને તત્ત્વમાં ઋચિને કારણે પૂ.શ્રી કેશવલાલજી મહારાજે તત્ત્વજ્ઞાનનું વિશાળ અને ઉંડું અધ્યયન કર્યું.
થોડા સમયથી તબીયત બગડી હતી. લો બ્લડપ્રેશર અને હૃદયની બીમારી વધી. વઢવાણમાં સં. ૨૦૧૫ના વૈશાખ સુદિ ૧૩ને બુધવારે તા. ૨૦-૫-૫૯ના રોજ સમ્યક જ્ઞાન સહિત પંડિત મરણે નિર્લેપ અવસ્થામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
પૂજ્યશ્રી નિગ્રંથ વિતરાગ માર્ગના પરમ શ્રદ્ધાવાન સાતિશય બુદ્ધિના ધારક, મહાન તત્ત્વજ્ઞાની, તત્ત્વચિંતક, પરમશાસ્ત્રટી પ્રખર વિચાર, બા.બ્ર. અધ્યાત્મયોગી હતા. મોહન ગુરુના સાનિધ્યમાં ચારિત્રમાર્ગ સ્વીકારનાર ગોપાલ ગુરુના શાસનના કોહીનૂર હીરા સમાન જિનશાસનના આ અંતર્મુખ મહાન ચિંતકને ભાવાંજલિ !
પૂ. કેવળ ગુરુદેવ (ચિવિલાસ) કવિવર્ય પૂ. ધન્ય ગુરુદેવ (વિદ્યાનંદજી) વિગેરે પૂ. દેવેન્દ્ર મુનિ, પૂ. ઉત્તમ મુનિ, પૂ. અભય મુનિ, પૂ. મુક્તાબાઈસ્વામી, પૂ. કંચનબાઈ મ., શાસ્ત્ર વિશારદ મણિલાલજી સ્વામી અને અધ્યાત્મયોગી પંડિતરત્ન પૂ. કેશવ ગુરુદેવની પરંપરા દ્વારા શાસન જ્યોતને ઉજાગર કરી રહ્યાં છે.