________________
૧૯૦ ]
બની સંયમને પામી પૂ. શ્રી રાજેન્દ્રમુનિ મ. સા. બન્યા.
પૂ. શ્રી ધીરજબાઈ મ.સ. તેમના અંતિમ ચાતુર્માસે અમદાવાદ છીપાપોળ પધાર્યાં. ચાતુર્માસની પૂર્ણાહૂતિ બાદ નવરંગપુરા જૈન છાત્રાલયમાં પધાર્યાં. અશાતાનો જોરદાર ઉદય હતો. છતાં સમતામાં રમણતા કરતાં સભાન અવસ્થામાં પ્રાયશ્ચિત્ત, આલોચના કરી સંથારો ગ્રહણ કર્યો. અઢી દિવસના સંથારા સાથે સં. ૨૦૪૮ના વૈશાખ સુદિ-૧, તા. ૧૫-૪-૯૨ની સાંજે ૫-૪૦ કલાકે સ્મરણ સાથે કાળધર્મ પામ્યાં.
[ અણગારનાં અજવાળા
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે.... એ સંતોના ચરણકમલમાં મુજ જીવનનું અર્ધ્ય રહે.... આપને અમારાં અગણિત વંદન હો.....!
અવિરામ અંતરયાત્રા
બા. બ્ર. પૂ. શ્રી વિમળાબાઈ મ.સ.
નામ : વિમળાબહેન.
જન્મ : ૩-૯-૧૯૨૩. સ્થળ : વઢવાણ શહેર માતાપિતા : રંભાબહેન મગનભાઈ દોશી.
[દરિયાપુરી સંપ્રદાય]
દીક્ષા : ૨૫-૫-૧૯૪૬, વૈશાખ વદ દસમ.
દીક્ષા ગુરુ : પૂ. શ્રી ભગવાનજી મ.સા., ગુરુણી પૂ. શ્રી તારાબાઈ
મ.સ..
ધાર્મિક અભ્યાસ : ૩૨ આગમ, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય.
નિર્ભયતા અને આત્મસ્વતંત્રતા એ બે સાધુતાના મુદ્રાલેખો છે. જે સાધક પોતાના માર્ગમાં એક બાજુ સંકટના કાંટા અને બીજી બાજુ પ્રલોભનનાં પુષ્પો હોવા છતાં તેમાં કંટાળતો નથી કે મુગ્ધ થતો નથી તે