________________
અણગારનાં અજવાળા ]
[ ૧૮૯ મહેલની માફક તેમનો સંસાર કડકભૂસ થઈ ધરાશાયી થઈ ગયો. તેમના પતિદેવ પરલોક સિધાવ્યા. ધીરજબહેનની સેંથીનો સૂરજ આથમ્યો પણ...તેમનો આતમદીપ પ્રકાશિત બની ગયો. નિમિત્તે તેમને જગાડી ગયું.
તે દરમિયાન દ. સં.ના સાહિત્યરત્ન પંડિતરત્ન પૂ. શ્રી હર્ષચંદ્રજી મ. સા. ત્યાં પધાર્યા. તેમણે સંસારની અસારતા અને સંયમનો સાર જણાવતાં ધીરજબહેનનાં મનમાં વૈરાગ્યભાવો ઘૂંટાતા જતા હતા અને પૂ. શ્રીએ પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ને તે ઘૂંટાતા ભાવોમાં વેગ લાવવાની પ્રેરણા આપી. ધીરજબહેન આત્મસિદ્ધિનાં સોપાનો સર કરવા કટિબદ્ધ બન્યાં.
૨૨ વર્ષની ભરયુવાનીમાં પ્રાંતિજનગરે પૂ. શ્રી હર્ષચંદ્રજી મ. સા.ના શ્રીમુખેથી કરેમિ ભંતે'નો પાઠ ભણી ધીરજબહેન વિદુષી પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ના સુશિષ્યા બની પૂ. શ્રી ધીરજબાઈ મ.સ. બન્યાં. દીક્ષિત બન્યાં.જ્ઞાન, ધ્યાનમાં સ્થિર બન્યાં....સેવા, સમર્પણ અને સ્વાધ્યાયમાં લીન બન્યા. ૧૩ આગમ સિદ્ધાંતને કંઠસ્થ કર્યા. ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, રઘુવંશ કૌમુદી, તત્ત્વાર્થસૂત્ર, સંસ્કૃત વ્યાકરણ ૫૦ થોકડા આદિના ઊંડા અભ્યાસી બની આત્માભાવમાં સ્વયં સ્થિર બન્યાં અને શ્રાવકોને ધર્મમાં સ્થિર કરવા પુરુષાર્થી રહ્યાં. જીવનના અંત સુધી રોચક અને સરળ અને મધુર શૈલીમાં ગુજરાતમાં અનેક સ્થળોએ વિચરણ કરતાં પ્રભાવક શૈલીમાં પ્રવચન આપતાં રહ્યાં. દુનિયા આખી સૂતી હોય ત્યારે પોતે વહેલી સવારે ત્રણ વાગે જાગૃત બની આગમ-સ્વાધ્યાયમાં અપ્રમત્તભાવે લીન બની આરાધનામાં એકાકાર થતાં. તપમાં પણ વર્ષીતપ તેમજ ૭૦ વર્ષની વયે અઠ્ઠાઈતપની આરાધના કરી અલૌકિક આત્મબળનાં તેમણે દર્શન કરાવ્યાં. પૂ. શ્રી અંજુબાઈ મ.સ, પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ., પૂ. શ્રી પ્રેરણાબાઈ મ.સ. અને પૂ. શ્રી કૃપાબાઈ મ.સ. આદિ સતીરત્નો પૂ. શ્રીના ભાવવાહી સલ્બોધથી તેઓના પાવન સાનિધ્યમાં સંયમ જીવનને પામી સાધના માર્ગે આગળ વધી રહ્યાં છે.
પૂ. શ્રીના જંબુકુમારના જીવનચરિત્રના પ્રવચનથી પ્રભાવિત થઈ તેમનાં શિષ્યા પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ.ના વડીલ બંધુ શ્રી રમણભાઈનાં અંતરમાં વૈરાગ્યબીજ રોપાયાં અને શ્રી રમણભાઈ દરિયાપુરી સંપ્રદાયનાં ૨૬મી પાટે બિરાજતાં આ.ભ.પૂ. શ્રી ચૂનીલાલજી મ. સા.ના ચરણે સમર્પિત