________________
અણગારનાં અજવાળા ]
[ ૧૯૧
જ સાચો સાધક છે. અને સાધકના માર્ગમાં તો સંકુચિતતાનો ત્યાગ કરીને આખા વિશ્વનો સ્વીકાર છે તથા મોહસંબંધને છોડીને વિશ્વ સમસ્તની વ્યક્તિઓની સાથે નિર્મળ સંબંધ બાંધે છે. (વસ્તુ-અનુવમુ-ત્યાગી અને ગૃહસ્થત્યાગી).
સાચે જ પૂર્વભવમાં કેવાં ઊજળાં કર્મો કર્યાં હશે કે ત્યારે જ સંયમ જીવન માટેનું એક ઉપાદાન તૈયાર થયું હશે કે જ્યારે દીકરી પછીના ભવમાં જન્મે છે ત્યારે ઊજળું પોત લઈને જન્મે છે, જેની દૃષ્ટિમાં સંસારનાં કોઈ પ્રલોભનોમાં તેનો જીવ લેપાતો નથી. તક મળી નથી કે તેની દોડ અને દોટ બંને ધર્માભિમુખ બને છે. સંસારમાં ખેંચવાના ગમે તેટલા પ્રયાસો થાય તો પણ તેનું લક્ષ મોક્ષનું હોય છે જે બદલાતું નથી. આગલા ભવમાં એક દિવ્ય પ્રકાશ તરફનો માર્ગ તેનો નિશ્ચિત થઈ ચૂક્યો હતો દીકરી વિમળાનો.
ઝાલાવાડની ધન્ય ધરા એવા વઢવાણ શહેરમાં એક ધર્મનિષ્ઠ કુટુંબ એવા પિતા શ્રી વીરપાળભાઈ કોઠારીના કુળમાં અને માતાશ્રી વિજયાબહેનની કૂખે સ્ફટિક જેવાં વિમળ એવા વિમળાબહેનનો જન્મ તા. ૩-૯-૧૯૨૩ના પવિત્ર એવા જન્માષ્ટમીને દિવસે થયો. માતાપિતાએ તેના જીવનનાં ભણતર, ગણતર અને ઘડતર અર્થે શાળામાં મૂકી અને દીકરી વિમળાએ છ ગુજરાતી ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યાં એમના જીવનનાવની દિશા બદલાઈ. અક્ષરનો અભ્યાસ મૂક્યો અને સાધના, આરાધના અને ઉપાસના તરફ પગલાં ભરવાની શરૂઆત કરી. “સા વિદ્યા યા વિમુક્તયે” વિદ્યા એ જ છે કે જે મુક્તિ અપાવે તે તેમનો જીવનમંત્ર બની ગયો.
ત્યાં વિ.સં. ૧૯૯૬માં વઢવાણ શહેરમાં પૂ. શ્રી ઝબકબાઈ મ.સ., પૂ. શ્રી સૂરજબાઈ મ.સ. અને પૂ. શ્રી તારાબાઈ મ.સ.નો સત્સંગ પ્રાપ્ત થયો. જાણે જનમોજનમની અધૂરી રહેલી આરાધનાને પરિપૂર્ણ કરવા જન્મ ધારણ કર્યો હોય તેમ આ સાધકા આત્માએ ૧૬ વર્ષની નાની ઉંમરમાં સ્વયંની ચેતના જગાડવા જાગૃત બની ગયાં અને એક ધન્ય પળે માતાપિતા પાસેથી પ્રવ્રજ્યા માટેની રજા મેળવી. તા. ૨૬-૫-૧૯૪૬ના