________________
અણગારનાં અજવાળા ]
[ ૧૪૩ ફૂંકે તે ધરાશાયી થઈ ગયો. “તું ધર્મ કરજે” તેવો સંદેશો આપી સં. ૧૯૬૪માં વેલબાઈના પતિ ચાંપશીભાઈ ભરયુવાનીમાં પરલોક સિધાવ્યા અને તેમનાં વચનોએ વેલબાઈ ધર્મમાર્ગે વળ્યાં.
શીલનું રક્ષણઃ એક વખત પ્રસંગોપાત વેલબાઈને એક સંબંધીને ત્યાં જતાં રાત્રે એક ભાઈની બેહુદી માંગણી થતાં તેમનો વિરોધ કરી નવકારમંત્રના સહારે પોતાના શીલને અખંડ રાખ્યું. તેમનું ખમીર જાગ્યું અને ખુમારી પ્રગટી.
પૂ.શ્રી ગુરુણી જીવીબાઈ મ.સ. પાસે તેમણે જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો હતો. શાસ્ત્રપ્રિય તે આત્માએ એક વખત ભોજનમાં ઉપરથી નમક લઈ રહેલા શ્રી જેચંદભાઈ મોરબિયાને નમકના એક કણમાં પૃથ્વીના અસંખ્યાત જીવોની થતી હિંસાને ધર્મ દ્વારા સમજાવી ઉપરથી નમક લેતાં અટકાવ્યા હતા. આવા ધર્માનુરાગી વેલબાઈએ સં. ૧૯૬૭ મહા સુદ ૧૦ ના પૂ. આ. દેવચંદ્રજી
સ્વામીના શ્રીમુખેથી પૂ.શ્રી ડાહીબાઈ મ.સ. અને પૂ.શ્રી જીવીબાઈ મ.સ.ની નિશ્રામાં વિરાગ તરફ પગલાં માંડ્યાં.
સેવાઃ પૂ. ગુરુણી સાથે સૌ સતીવૃંદ સાથે રહેતું. તેમાં કાળક્રમે અશાતાના ઉદયે પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.ને દૃષ્ટિએ દેખાતું નહીં અને કંઠમાળ થતાં તેની દારુણ વેદના થતાં પૂ. શ્રી વેલબાઈએ પોતાની શિષ્યા પૂ. માણિક્યબાઈની સાર-સંભાળ અને સેવાની જવાબદારી પૂ. ગુરુણી-આજ્ઞાએ પોતે ઉપાડી લીધી. એક વખત કચ્છ-પ્રાગપુર તરફ વિહાર કરતાં રસ્તામાં બે ચારણ બહેનોએ તેમની સાથે રાતવાસો ગુજારવાની વાત કરી ત્યારે તેમણે સમયસૂચકતાપૂર્વક અજાણ્યા હોવાને કારણે ના પાડી દીધી. પૂ.શ્રી વેલબાઈ ગૌચરીએ પધારતાં તો તેમની ગૌચરી તે સરસાઈવાળી ગૌચરી કહેવાતી. નિઃસ્વાર્થભાવે નિર્દોષ આહારાદિ લેનાર અને દેનાર બંને સદ્ગતિ પ્રાપ્ત કરે છે, એટલું તો તેનું મહત્ત્વ છે.
સમયસૂચકતા : એક વખત પૂ. મોટા સ્વામીજી સાથે પોતે, અન્ય સતીવૃંદ અને બે બહેનો ને એક ભાઈ વિહારમાં હતા. ત્યારે માર્ગમાં બે ભાઈઓ વચ્ચેની થતી વાતચીત તેમણે સૂચકતાથી સાંભળી લીધી કે સાથેની બહેનોનાં ઘરેણાં રાત્રે તક મળતાં પડાવી લેવા. તે વાત સેવાભાવી ગોપાળજીભાઈને કરતાં તેમણે એક આરબને ચોકી માટે રાખ્યો. સાવધાની