________________
૧૪૨ ]
[ અણગારનાં અજવાળા
ખમીર અને ખુમારી
પૂ.શ્રી વેલબાઈ મહાસતીજી શુભ નામ : વેલબહેન. માતાપિતા : ભમીબહેન વીરાભાઈ જન્મ : જન્મસ્થળ : સં. ૧૯૪૫, ગુંદાળા (કચ્છ) મધ્યે. દીક્ષા : સં. ૧૯૬૭, ૨૨ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. સં. ૨૦૪૪માં
૧૦૦માં વર્ષમાં પ્રવેશ. દીક્ષા ગુરુણી : પૂ.શ્રી જીવીબાઈ. સંયમપ્રદાતા : પૂ.શ્રી દેવચંદ્રજી મ.સા. સંપ્રદાય : અજરામર સંપ્રદાય-લીબડી.
પૂ.શ્રી વેલબાઈ સ્વામીની જન્મ-શતાબ્દી રાપર ગામે તપ, જપ, ત્યાગથી ઊજવાઈ ત્યારે તેમનો દિક્ષા પર્યાય ૭૮ વર્ષનો હતો.
“તરવર, સરવર, સંત-જન, ચોથા બરસત મેહ,
પરમારથકે કારણ, ચારે ધરી છે દેહ.” વેલબાઈનો વેલો : “વેલબાઈનો વેલો વધતો રહેશે” એવાં જેમનાં વચનો ખરે જ ફળીભૂત થયા તેવા વચનસિદ્ધ આ.પૂ.શ્રી દેવચંદ્ર સ્વામીના પૂ.શ્રી વેલબાઈને દીક્ષાના પાઠ ભણાવતાં સમયના તેમના અપાયેલા અંતરના આ ઉદ્ગારો હતા. એ જ પ્રમાણે બન્યું અને પૂ. શ્રી વેલબાઈ મ.સ. ૧૦૦માં વર્ષમાં પ્રવેશતાં હતાં ત્યારે તેમને ૧૦૦ શિષ્યાઓ હતાં.
ગંજીપાનો મહેલ ઃ કચ્છ-મુંદ્રાથી પાંચ માઈલ દૂર એવા ગુંદાલા ગામે શ્રેષ્ઠીશ્રી વિરજીભાઈ તેજુ રાંભિયાને ત્યાં માતા ભમીબહેનની કુક્ષિએ એક પુત્ર અને બે પુત્રીઓનો જન્મ થયો હતો. તેમાંની એક પુત્રી તે વેલુબહેન. સં. ૧૯૫૬માં માત્ર ૧૨ વર્ષની ઉંમરે પુત્રી વેલબાઈનાં લગ્ન ચાંપશીભાઈ સાથે લેવાયાં હતાં. વેલબાઈનો સંસાર હજી શરૂ થાય ન થાય ત્યાં તો તેમના સંસારના પાયા ડગમગી ગયા. તેમનો ઊભો થતો સંસાર અને હજી સંસારને પૂરો સમજે ન સમજે ત્યાં તો ગંજીફાના મહેલની માફક વાવાઝોડાની એક