________________
અણગારનાં અજવાળા ]
| [ ૧૪૧ સ્વામીના શિષ્ય પૂ. શ્રી મૂલચંદજી સ્વામીના શિષ્ય પૂ. હીરાજી સ્વામીએ વિ.સં. ૧૮૧૯ના મહા સુદ પાંચમને દિવસે માતા કંકુબાઈને અને પુત્ર અજરામરને પ્રવ્રજ્યાના પાઠ ભણાવ્યા અને પૂ.શ્રી અજરામર સ્વામીને પૂ.શ્રી કાનજી સ્વામીના શિષ્ય બનાવ્યા અને પૂ.શ્રી કંકુબાઈ મ.સ. પૂ. શ્રી જેઠીબાઈ આર્યાજીનાં શિષ્યા થયાં.
સં. ૧૮૪૫માં સાધુસંમેલન યોજવામાં આવ્યું તેમાં ઘણા ફાંટા પડતાં એક સંપ્રદાયમાંથી જે સાધુ જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તે સંપ્રદાયનું સ્થાપન કર્યું તે પ્રમાણે લીંબડી, ગોંડલ, બરવાળા, ચૂડા, ધ્રાંગધ્રા અને સાયેલા એમ છ સંપ્રદાયની સ્થાપના થઈ. તળપદ લીંબડીમાં માત્ર સાત સાધુ અને પૂ.શ્રી કંકુબાઈ સહિત થોડાંક આર્યાજીઓ રહ્યાં. પૂ. શ્રી કંકુબાઈ મ.સ.ને ત્રણ શિષ્યાઓ થયેલ.
સં. ૧૮૪૫માં પૂ. શ્રી અજરામરજી સ્વામીને આચાર્યપદે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાર પછી થોડા સમયમાં શ્રી અજરામર ઉદ્યાનમાં સાધુ અને આર્યાજીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો. ૪૨ સાધુઓ તેમની આજ્ઞામાં હતા અને સાધ્વીજીઓની સંખ્યા પણ ઘણી મોટી હતી.
પૂ.શ્રી કંકુબાઈ મ.સ.એ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર વગેરે ક્ષેત્રોમાં વિચરી, લોકોને ધર્મોપદેશ આપી અનેક લોકોને ધર્મમાર્ગે વાળ્યા. ઘણાં બહેનોને સંસારની અસારતા સમજાવી તેમને દીક્ષિત કર્યા. તેમના પરિવારનાં અનેક મહાસતીજીઓ આજે પણ ૨૫૦ વર્ષ પછી જુદાં જુદાં ક્ષેત્રોમાં વિચરીને ધર્મોપદેશ આપી રહ્યાં છે. આમ ઘણાં વર્ષો સુધી કઠોર સંયમ પાળી અનેક જીવોને ધર્મબોધ આપી તેઓનો આત્મા પરલોક ભણી અંતિમ પ્રયાણ કરી
ગયો.
આપને અમારાં અગણિત વંદન હો!
“આ તારું ઘર તને મરણાદિ આપત્તિઓથી બચાવી શકતું નથી. આ તારા બાંધવ (સ્નેહીજન) તે તો બંધનનાં મૂળ-બંધ કરાવનાર છે. દીર્ધકાળથી પરિચિત દારા (સ્ત્રી) તો આપદાઓનું દ્વાર (દરવાજો) છે. આ તારા પુત્રો તે તો તારા આત્માના શત્રુઓ છે. એ પ્રકારે વિચારી આ સર્વ દુઃખના કારણભૂતને ત્યાગી દે અને જો સહજ સુખને ઇચ્છે છે તો નિર્મળ શુદ્ધ ધર્મનું સેવન કર!”