________________
૮૮ ]
[ અણગારનાં અજવાળા દ્વારા વધતા જતા ધર્માભ્યાસી બૂટાસિંહને ધર્મ પ્રત્યે રુચિ વધવા લાગી.
સોળેક વર્ષની ઉંમર થઈ હશે ત્યારે એક દિવસ બૂટાસિંહે પોતાની માતાને કહ્યું, “મા! મારે લગ્ન કરીને ઘરસંસાર માંડવો નથી. મારે સાધુ થવુ છે.” એ સાંભળતાં જ માતાને સિદ્ધવચની બાબાએ કરેલી આગાહી સાચી પડતી લાગી. “બેટા, મારા જીવનનો તું જ એક માત્ર આધાર છે. તારા પિતાનો સ્વર્ગવાસ થયો છે. તારે બીજા કોઈ ભાઈબહેન નથી, એટલે તું ઘરની અંદર પણ સંન્યાસી તરીકે રહી શકે છે. તારો સ્વભાવ જોતાં હું તને લગ્ન કરવાનું ક્યારેય કહીશ નહીં. તારા માટે સિદ્ધવચની મહાત્માએ કરેલી આગાહી હું જાણું છું. તું સાધુ થશે એ વાત સાચી છે, પરંતુ ઘરમાં રહીને સાધુપણું પાળી શકે છે. એમ કરશે તો મને પણ સહારો રહેશે. તારે જો સાધુ થવું હોય તો મારા ગયા બાદ તું થજે.”
બૂટાસિંહે કહ્યું, “માતાજી! ઘરમાં મારું જરા પણ મન લાગતું નથી. જીવનનો ભરોસો નથી. વળી પંજાબના ઇતિહાસમાં તો કેટલીય માતાઓએ ધર્મને ખાતર પોતાનાં સંતાનને અર્પણ કરી દીધાં હોય એવા દાખલા છે. માટે મને ઘર છોડીને જવાની આજ્ઞા આપો.
એ વખતે માતાજીએ કહ્યું, “બેટા, તું જો ઘર છોડીને જવા માટે મક્કમ હોય તો મારી તને આજ્ઞા છે. માતાની આજ્ઞા મળતાં બૂટાસિંહે સદ્દગુરુની શોધ શરૂ કરી. જ્યાં ક્યાંયથી માહિતી મળતી તો તે સાધુ મહાત્માને મળવા માટે તેઓ દોડી જતા.
એક દિવસ કોઈકની પાસે બૂટાસિંહે સાંભળ્યું કે મોઢે વસ્ત્રની પટ્ટી બાંધનારા જૈન સાધુઓમાં નાગરમલજી નામના એક સાધુ મહાત્મા ઘણી ઊંચી કોટિના છે. બૂટાસિંહે એમનો સંપર્ક સાધ્યો. સ્થાનકમાર્ગી એ જૈન સાધુ બાવીસ ટોળાંવાળા' તરીકે ઓળખાતા હતા. ત્યારે સાધુઓના સમુદાય માટે ટોળાં' કે “ટોળી' શબ્દ વપરાતો અને સાધુ માટે ઋષિ નાગરમલજીના પરિચયમાં આવતાંની સાથે એમના સરળ, નિર્દભ, ત્યાગી, સંયમી જીવનથી બૂટાસિંહ પ્રભાવિત થયા. વળી તેમનું પ્રવચન સાંભળતાં પણ બૂટાસિંહને ખાતરી થઈ કે આ સાધુ મહાત્મા વિદ્વાન છે, ત્યાગી છે, સંયમી છે અને સિદ્ધાંતોના જાણકાર છે. યુવાન, તેજસ્વી બૂટાસિંહની સંયમી રુચિ અને