________________
૨૦૦ ]
[ અણગારનાં અજવાળા ચીમનભાઈએ પૂ.શ્રી ભાતૃગુરુને જણાવી. પૂ.શ્રી ભાતૃગુરુએ પોતે બધી યોગ્ય વ્યવસ્થા કરશે અને થઈ જશે તેમ તેમને જણાવી નિશ્ચિત કર્યા અને તેમને સાંત્વન આપી શાંત કર્યા. રાત્રિના અંધકાર પછી ઉજાશનો સંદેશો લઈને આવતું પ્રભાત ઊગ્યું. પૂશ્રી ભાતૃગુરુએ કલોલ બિરાજી રહેલાં પૂ.શ્રી સાધ્વીરત્ના રંભાબાઈ મ.સ. પર ચીમનભાઈની પુત્રી કંચનબહેનને પોતાની સાથે રાખી વૈરાગ્યના રંગે ચડાવી તેમની અંતેવાસી બનાવવા ભલામણ ચિઠ્ઠી લખી આપી. પોતાની માતા નાથીબાઈને આ વાત જણાવવા શ્રી ચીમનભાઈ ઓઝ પાછા ફર્યા. મૂડી કરતાં પણ વ્યાજ વધારે વહાલું હોય તેમ દાદીમા નાથીબાઈ દીકરીના વૈરાગ્ય વિષેની વાત ઘણી સમજાવટને અંતે સમજ્યાં. શ્રદ્ધાને સહારે શ્રી ચીમનભાઈ દીકરી અને ભલામણ ચિઠ્ઠી લઈને પૂ.શ્રી રંભાબાઈ મ.સ. પાસે કલોલ પહોંચ્યા. તેમને પૂ.શ્રી ભાતૃગુરુની ભલામણ ચિઠ્ઠી આપી. પૂ.શ્રીએ એ ચિઠ્ઠી વાંચીને સંઘ આગળ રજૂ કરી અને સૌએ આ ફૂલ જેવી નાનીશી બાળાનો સત્કાર કરી સ્વીકાર કર્યો. બીજો જે પ્રશ્ન હતો તે આપોઆપ ઉકેલાયો. ત્યાંના રહેવાસી ધર્મપ્રિય શ્રેષ્ઠી શ્રી રતિલાલભાઈ નાથાલાલ શાહે પૂ.શ્રી સતીજીને વિનંતી કરી કે પોતે પોતાની સાત દીકરીઓની સાથે કંચનબહેનને આઠમી દીકરી તરીકે સ્વીકારી તેની રહેવા-જમવાની તદુપરાંત તેના શાળાના અભ્યાસની બધી જવાબદારી પોતેને શિર લઈ લેશે.
ચીમનભાઈનું એક સપનું સાકાર થયું. આ નાનકડી પુત્રીને ત્યાં સોંપીને તેઓ તેના વિયોગમાં ભારે પગલે ઓઝ પાછા ફર્યા. પોતાની ધર્મપત્નીની ભાવના સાથે દીકરીના વિયોગે ચીમનભાઈની આંખો આંસુથી છલકાઈ ગઈ. કહેવાય છે કે દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તરછોડે ત્યારે ગમે તેવા શૂરવીર પિતા પણ ઢીલા થઈ જાય છે. એ નિમિત્તે દીકરીને મળવા અને પૂ.શ્રી સતીજીનાં દર્શનવાણીનો લાભ લેવા ચીમનભાઈ અવારનવાર કલોલ પહોંચી જતા. ધન્ય તે ગુરુદેવ! ધન્ય ગુરુણીમૈયા અને , ધન્ય તે ઉદાર શ્રાવકરત્ન. અહા! કેવો ત્રિવેણીસંગમનો રંગ જામ્યો.
પુણ્યશાળીને પગલે નિધાનઃ ઇતિહાસને પાને કાંઈક દાતાઓનાં નામ સુવર્ણઅક્ષરે અંકિત થઈ ગયાં. જેમની ઉદારતાનું ઉદાહરણ આપી તેમને આજે પણ યાદ કરાય છે. જ્યારે પોતાની સાત સાત દીકરીઓનાં