________________
અણગારનાં અજવાળા ]
[ ૨૪૫ હીરાબાએ ગળથુથીમાંથી વધુ સંસ્કાર રેડ્યા અને તેને સંયમ માર્ગ તરફ જવા પ્રેરિત કરી. જ્યારે તેમના પૂ.શ્રી પિતાજી આ કન્યારત્નના કન્યાદાનની નહીં પણ જૈન શાસનને દાન કરવાની ઇચ્છા ધરાવતા હતાં. તેથી દીકરીને દેહ અને આત્માનું ભેદ વિજ્ઞાન સમજાવતા અને સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા સંયમપંથને ઉજાળનાર એક શ્રેષ્ઠ સાધ્વીરના બને તેવી અભિલાષા સેવતા. પોતે સંસારમાં પડ્યા, પણ તેની અસારતાના અનુભવોને કારણે દીકરી સંસાર તરફ વળે તેવી તેમની ઇચ્છા ન હતી.
બુદ્ધિની તીવ્રતા અને રૂપ–ગુણોથી શોભતાં હોવાથી હર્ષાબહેનના પિતાશ્રી તેમને હુલામણા નામે બકુસાહેબ' કહીને બોલાવતા. બકુબેને શાળામાં એસ.એસ.સી. ધોરણ પાસ કરી તેની સમાંતર રીતે જૈનશાળાનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું. સંવાદો ભજવતાં પણ વૈરાગીઓનાં પાત્રોને જ મહત્ત્વ આપતાં.
વીજળીનો એક પ્રકાશિત ચમકારો જેમે યુગો સુધી પ્રકાશ પાથરી જાય તેમ ખંભાત સંપ્રદાયના પૂ. શ્રી ધુરંધર એવાં બા.. વિદુષી શારદાબાઈ મ.સ. તેમના વિશાળ શિષ્યા પરિવાર સાથે વિરમગામ પધાર્યા. બસ પછી પૂછવું જ શું પાણીને ઢાળ મળ્યો અને રેલો વેગવંતો બન્યો તેમ તેમના સમાગમમાં આવતાં હર્ષાબહેને સાત સિદ્ધાંત કંઠસ્થ કરી લીધા. તેમનાં મોટીબહેન શ્રી પ્રફુલ્લાબહેનની દીક્ષા માલાડ મુકામે થઈ અને તેમણે પૂ. પિતાશ્રી પાસે દીક્ષા માટે અનુજ્ઞા માંગી.
આ સેવાભાવી દીકરી વડીલોની સેવા કરતી ગઈ અને ધાર્મિક અભ્યાસ કરતી ગઈ. અંતે તેના પિતાના ઘર આંગણે તેમને તથા નલિનીબહેનને દીક્ષા આપવાનું નક્કી થયું.
દીક્ષાદાતા : પૂ. આ. ભગવંત શ્રી કાંતિઋષિજી મ.સા.ના સુશિષ્ય વર્તમાન આચાર્ય ભ. બા. બ્ર. પૂ. શ્રી અરવિંદમુનિજી મ.સાહેબે દીક્ષાનો પાઠ ભણાવેલ.
હર્ષાબહેન (બકુબહેન)નું નામ પૂ. શ્રી શ્વેતાબાઈ મ.સ. રાખવામાં આવ્યું. તેમના જીવનમાં નકાર જેવી કોઈ વાત ન હતી. હકાર અને સ્વીકાર સાથેની તેમની સાધના હતી. તેમને પૂ. શ્રી ગુરુણી મૈયા શારદાબાઈ પ્રત્યે