________________
૨૪૬ ]
| [ અણગારનાં અજવાળા એવી અતૂટ શ્રદ્ધા હતી કે તેમને એક વખત તાવ આવ્યો ને ૧૦૪ ડિગ્રીએ તાવ પહોંચતાં બધાંને નવકાર મંત્રનું અને પૂ.શ્રી ગુરુણીમૈયાનું સ્મરણ કરવાનું કહેતાં તાવ જતો રહ્યો. તેમના ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ અભુત હતો અને તેમની આજ્ઞા તેમને શિરોમાન્ય રહેતી. અન્ય કોઈ સંકલ્પ-વિકલ્પને તેમના મનમાં પ્રવેશવા દેતાં નહીં. પૂ. શ્રી ગુરુણીમૈયા વસુબાઈ મ.સ. તેમની સાથે ઘાટકોપર ચોમાસું આવવાનું કહ્યું તો તૈયાર અને પૂ. ગુરણી મૈયા કમળાબાઈ
જ્યારે જ્યારે શિબિરની વાંચણી વ્યાખ્યાનની, મંડળોમાં જવાની, ભણાવવાની વ. આજ્ઞા આપતાં તો બધી જ આજ્ઞા પાળવા તૈયાર રહેતાં. તેમના આત્માનું આગમ સાથેનું જોડાણ અદમ્ય હતું. તે સિવાયની અન્ય બાબતોમાં તેમને રસ ન હતો. તેમનામાં ગમ્મત સાથે જ્ઞાન આપવાની કલા પણ તેમને સાધ્ય
હતી.
મધુવનમાં જઈએ અને ફૂલો ન મહેકે.......! તેમની મહેંક ન પ્રસરે...તેની મહેંક ન અનુભવીએ એવું તો ન જ બનેને! એવાં પૂ.શ્રી તેમના ગુણોથી મહેંક મહેક થતાં અને તેમની મહેંક દૂર સુધી મહેકતી રહેતી. મન, વચન, કાયાનો કસ કાઢી જિન શાસનની પ્રભાવના કરતાં રહેતાં. પૂ. શ્રી નાના મહાસતીજીઓને પોતાનો જ્ઞાન-ખજાનો લૂંટાવતા રહેતાં.
તેમણે જાણે જીવનને કહી દીધું કે “ઓહ! મારા જીવન! આપણે સાથે રહ્યાં....હવે તો મને દેહ અને દેહનાં ભેદવિજ્ઞાનનું ભાન થયું છે. અરે જાગૃતિમય જીવન જીવી પ્રમાદ નહીં પણ પૂર્ણ પ્રસન્નતામાં જીવન જીવવું છે. મારે પરમાત્મા પદને પામવું છે. સ્વરૂપદશાને પામવી છે. મારે ચૈતન્યની અનુભૂતિ કરી નિજાનંદની મસ્તીને માણવી છે. પૂર્વે જે કાંઈ જાણ્યું, માથું કે અનુભવ્યું નથી તેવું કાંઈક અપૂર્વ માણી લેવું છે.
તેથી ૧૨ વાગ્યાની પ્રાર્થના અચૂક કરી તેઓ હંમેશ ત્રણ મનોરથની ભાવના ભાવતાં. જે સમજી શકે તે બધું કંઠસ્થ થાય, તે આચારમાં ઊતરે અને વાંચણી કરી શકે એવી પોતે પ્રભુ પાસે શક્તિ માંગતાં. રાત્રે જાગી જતાં તો પણ પૂ. શ્રી પોતે સ્વભાવમાં સ્થિર રહેવાની શક્તિ અને જીવનની પવિત્રતા જળવાય તેવી શક્તિ માંગતાં. પ્રભુની આજ્ઞામાં એક પગલું પણ સ્થિર બની રહે તેવા આરાધકભાવ માટે પ્રભુને પ્રાર્થતાં. પોતાનું જીવન