________________
અણગારનાં અજવાળા ]
[ ૨૪૭
બીજાને ઉપયોગી બની રહે, અન્ય કોઈ આત્માને દુઃખ ન થાય તેવું તેમનું વર્તન બની રહે તે પણ પ્રભુ પાસે માંગતાં. પાર્શ્વનાથ ભગવાનમાં તેમને ઘણી શ્રદ્ધા. તેમનો અચૂક અઠ્ઠમ કરતાં. તેમનું સ્વસ્થ શરીર હતું ત્યારે તેમણે અગમની એંધાણી મળી જતાં પૂ. મહાસતીજીઓને કહી દીધેલ કે “હું દસમને દિવસે જાઉં?'' પણ કોણ માને તેમની વાત?
પૂ. શ્રી શ્વેતાજીને તા. ૨૧-૧-૦૬ના સમયે કેન્સરનું નામ પડ્યું અને સૌ. પૂ. સતીગણ સ્વાભાવિક રીતે ઢીલો પડી ગયેલ, પણ પોતે આર્તધ્યાન કર્યું ન હતું. પોતે બાંધેલાં કર્મો ભોગવવાં જ પડે તે પણ હસતાં હસતાં તેવું બધાંને સમજાવ્યું અને બધાંને શાંત પાડેલ અને પોતે આવેલ અશાતાના ઉદયને શાતા અને સમતાભાવે સહન કરી લીધા.
૧ મે દેહે ન મે પરસહે.' તેઓ સમજી ગયાં હતાં કે શરીર અને રિસહ મારા નથી. જ્ઞાતા-દેષ્ટાભાવે સ્થિર બનવું તે જ મારો સ્વભાવ છે. પોતે સંથારાની ભાવના ભાવતાં ભાવતાં આલોચનામાં રત રહેતા.
છેલ્લે પૂ. શ્રી શ્વેતાજીએ તા. ૬-૪-૦૬ના દિવસે ખરેખર દુઃખમેં ન હાર માનું.....“સુખમેં તુઝે ન ભુલું ઐસા પ્રભાવ ભર દે....મેરે અધીર મનમેં”.....એવું જ જીવન જીવ્યા.
પોતાનાં શિષ્યા પૂ. શીતલબાઈ વ.ને કહી દીધું કે તમે બધાંએ મારી ખૂબ સેવા કરી છે. બધાંને તેમણે ખમાવ્યાં. પૂ. શ્રી ગુરુદેવ મૃગેન્દ્ર મુનિજી તથા ગુરુદેવ જિતેન્દ્રમુનિજી તેમને દર્શન કરાવવા પધાર્યા, તેમને છ મહિનાનું દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત આપ્યું. આલોચના તથા જાવજીવનું પ્રતિક્રમણ કરાવ્યું. જાવજીવનો તેમને સંથારો કરાવ્યો. આ સંથારો બાર કલાક ચાલ્યો. આખા દિવસના નવકારમંત્રના જાપ, ધૂન, સ્તવન સાથે સં. ૨૦૬૨-ચૈત્ર સુદ દસમ ને શનિવારે તા. ૮-૪-૦૬ના સાંજે ૬-૩૦ મિનિટે ૫૧ વર્ષની ઉંમરે, ૨૩ વર્ષનો સંયમ પાળી તેમનો આત્મા પરમાત્માપદને પામવા દેહપિંજરને છોડી દૂર...........દૂર ઊડી ગયો.
ना दंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नित्य अमोकखस्स निव्वाणं । ।