________________
૨૪૪ ]
[ અણગારનાં અજવાળા समावयंता वयणाभिधाया, अन्नंगया दुम्मणिसं जणति । धम्मति किच्छा परमग्गसूरे, जिदियिण जो सहइ स पुज्जो ।।
૮ દસવૈકાલિકજી. કઠોર વચનના પ્રહારો કાને સાંભળવામાં જ આવતાં જ ચિત્તમાં કોઈ વિચિત્ર પ્રકારનો વિકાર કે જેને વૈમનસ્ય કહેવામાં આવે છે તેવું ઉત્પન કરી દે છે, પરંતુ તેવાં કઠોર વચનોને પણ જે મોક્ષમાર્ગનો શુરવીર અને જિતેન્દ્રિય પથિક સહિષ્ણુતાને પોતાનો ધર્મ માની સમભાવપૂર્વક સહન કરે છે, તે જ ખરેખર પૂજ્ય છે. ક્ષમા એ વીરનું ભૂષણ છે. શસ્ત્રોના ઘા શિર ઉપર ઝીલી લેનારા અને સામે પ્રહાર કરનારા લાખો શૂરવીરો મળી શકે, પ્રતિક્રિયા કર્યા વિના દેહ-દુ:ખ સહન કરનારા સાધકો પણ મળી શકે, પરંતુ ગુના વિના શબ્દની બાણવર્ષા થતી હોય તેને પ્રેમપૂર્વક ઝીલી લેનારા તો વિરલ જ હોય
વૈ. ૮. એવા પૂર્વ ભવોના પુણ્ય પ્રકર્ષે સુસંસ્કારોને સાથે લઈને જન્મેલી દીકરીને એવા ઉત્તમ ગુરુ પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.ના સુશિષ્યા ગુરુણીમૈયા બા.બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મ.સ. તેમના વિશાળ શિષ્યા-પરિવાર સાથે વિરમગામ પધાર્યા અને તેમના સમાગમમાં આવતા આ દીકરીને વૈરાગ્યની ભાવના પ્રદીપ્ત થઈ. તે દીકરી વૈરાગી બની અને શરદબાગમાં એક ઓર પુષ્પ મહેંકતું ઉમેરાયું.
એક ભૂમિ ઉપર જન્મેલું ફૂલ બીજી શુભ ભૂમિ ઉપર ખીલ્યું, ફૂલ્યું અને ફોરમ પ્રસરાવતું થયું.
એવી એ દીકરી હર્ષાનો જન્મ સુદામડા (ઝાલાવાડ)ના વતની પિતાશ્રી શાંતિલાલ મૂળજીભાઈ ગાંધીને ખોરડે અને માતા શ્રી ધીરજબહેનને ખોળે ઊંઝામાં ૧૮-૮-૫૫ની સાલમાં શ્રાવણ વદ તેરસ (અઠ્ઠાઈધર)ના પવિત્ર દિવસે થયો. પૂર્વભવના પ્રવ્રજ્યાના ઉત્તમ ભાવોનું ઉત્તમ નઝરાણું સાથે લઈને પૃથ્વીના પ્રાંગણમાં પવિત્ર દિવસે જ તેનું અવતરણ થયું.
દીકરી હર્ષાનું બીજું વહાલસોયું નામ હતું બકુબહેન. સોનામાં સુગંધ ભળે તેમ આ બાલિકાના સંસ્કારને વધુ ઉદ્દિપ્ત કરનાર એવાં તેનાં પૂ. દાદી