________________
અણગારનાં અજવાળા ]
[ ૨૪૩ પધાર્યા હતાં ત્યારે ફરી બિમારી આવી. શ્રાવણ સુદ ત્રીજના દિવસે પોતાની શિષ્યાઓને ગોચરી વાપરવાનું કહી દીધું. થોડી હિતશિક્ષાઓ આપી. સાંજે છ વાગે ટૂંકી બિમારી ભોગવી સમાધિપૂર્વક, પંડિત મરણે સર્વ જીવોને ખમાવી સ્વયં સંથારો કરી પરલોકે પ્રયાણ કરી ગયાં.
એક વટવૃક્ષનો વિસામો જતાં અઢી વર્ષ અને પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળાં તેમનાં શિષ્યાઓને બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. અને તેમને ગુરુણીની ખોટ સાલવા દીધી નહીં. આજે પણ તેઓ સંયમપંથે વિચરતા જૈનશાસનની શાન આગળને આગળ બઢાવી રહ્યાં છે.
આ છે અણગાર અમારા. મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે, મરે છે માનવી પોતે પણ માનવીનાં કામ આવે છે.
શ્વેત પુષ્પ પૂ. શ્રી શ્વેતાબાઈ મ.સ.
(ખંભાત સંપ્રદાય) નામ : સંસારી નામ હર્ષાબહેન વહાલસોયું નામ : બકુસાહેબ. પૂ. શ્રી
શ્વેતાજી મ.સ. (મૂળ સુદામડા-ઝાલાવાડનાં વતની) માતાપિતાનું નામ : શ્રી ધીરજબહેન શાંતિલાલ મૂળજીભાઈ ગાંધી જન્મ : ૧૮-૮-પપની સાલ. શ્રાવણ વદ ૧૩ (અઠ્ઠાઈ વેર), ઊંઝાની
ધરતીને પાવન કરી. દીક્ષા દાતા : પૂ.શ્રી આ.ભ. શ્રી કાંતિઋષિજી મ.સા.ના શિષ્ય વર્તમાન આ.
શ્રી બા.બ્ર. પૂ.શ્રી અરવિંદમુનિજીએ દીક્ષા-પાઠ ભણાવેલ. કાળધર્મ : સં. ૨૦૬૨–ચૈત્ર સુદ દસમ, શનિવારે તા. ૮-૪-૦૬ના સાંજે
૬=૩૦ કલાકે ૫૧ વર્ષની ઉંમર. ૨૩ વર્ષનો પર્યાય.