________________
અણગારનાં અજવાળા ]
[ ૨૫
બાધક રૂપ છે, તેથી સ્વાદેન્દ્રિય પર વિજય મેળવી સાડા પાંચ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો. આગમજ્ઞાન સાથે ષટ્કર્શનનો અભ્યાસ કર્યો. જ્યાં જ્યાં તેઓ વિચરતા હતા ત્યાં ત્યાં શાંતિ સમાધિની પ્રસરતી અનેકોને વ્યસનમુક્ત કરાવતા.
અમુક સમય પછી તેઓશ્રીના પૂ.ગુરૂદેવ કાળધર્મ પામ્યા. જવાબદારી વધી. વિહાર કરતા ગામ બહાર જંગલની ગુફામાં ઊતરતા. હિંસક પશુઓનો ભય લાગતો નહિ. રાત આખી સાધનામાં રત રહેતા. અનેક અન્યધર્મીઓને પણ જૈન ધર્મી બનાવ્યા. અનેક ઉપસર્ગ પરિષહને સહન કરતા વિચરણ કરતા કરતા પૂ. ગુરૂદેવ શિષ્ય સમુદાય સાથે ગોંડલમાં પ્રવેશ કર્યો તે સમયે ગોંડલની રાજધાની પર શ્રી કુંભાજી મહારાજ રાજતંત્ર ચલાવતા હતા. ગોંડલમાં જૈનોનાં ૧૨૦૦ ઘર હતાં, તે રાજદરબારમાં જૈનોનું વર્ચસ્વ ઘણું હતું. સમાજમાં શિથિલતા દૂર કરવા ગોંડલ ગામને કેન્દ્રમાં રાખી પ્રબળ શક્તિથી ઝુંબેશ ઉઠાવીએ કે જેથી સમાજમાં નવ જાગૃતિનું પ્રભાત ઊગે, પ્રમાદ દૂર થાય. આ વાત વિચારી પૂ. ગુરૂદેવે વિ.સ. ૧૮૪૫માં ધર્મ સમાજનાં કાર્યનાં કેન્દ્રસ્થાન તરીકે ગોંડલ ગામની પસંદગી કરી. પૂ. ડુંગરસિંહજી મહારાજ સાહેબને વિ.સ. ૧૮૪૫ મહાસુદ પના આચાર્યપદથી વિભુષિત કર્યા.
વિ.સ. ૧૮૬૦ માં ભીમજીભાઈને પૂ.શ્રી એ દીક્ષા આપી ત્યાર પછી જામનગરમાં પણ પિતા-પુત્ર સહિત ચાર વ્યક્તિને દીક્ષા આપી પૂ.શ્રીના ઘણા શિષ્ય અને શિષ્યાઓ થયાં. પૂ.શ્રીના માતુશ્રી હીરબાઈએ દીક્ષા લીધી હતી. તેને શિયાળનો ઉપસર્ગ આવ્યો ને છેવટે અનસન પૂ.શ્રીએ તેઓને કરાવ્યું. ૫૮ દિવસ અનશન વ્રતધારીની સેવા કરી.
અનેક રાજાઓને તથા પ્રજાજનોને ધર્મના માર્ગે ચડાવ્યા. સંખ્યાબંધ લોકોને દારૂ, માંસ, શિકાર આદિ વ્યસનોનો ત્યાગ કરાવ્યો હતો. ખેડૂતોને ધર્મબોધ આપી જીવન પરિવર્તન કરાવ્યું.
શ્રી ડુંગરસિંહજી સ્વામી તીક્ષ્ણ બુદ્ધિના હોવાથી શાસ્ત્રોના અધ્યાયોનું ટુંક સમયમાં સાચું જ્ઞાન સંપાદન કર્યું તેમની સ્મરણશક્તિ દિન પ્રતિદિન સતેજ બનતી જતી હતી. આહાર અને નિદ્રા એ બન્ને સાધક દશામાં