________________
[ ૧૦ ] જૈન ધર્મમાં સાધ્વી સમાજનું જે સ્થાન-સમાનતા છે, તેવું સ્થાનસમાનતા અન્ય ધર્મોમાં સાધ્વીસમાજનું નથી જોવા મળતું અને તેથી જ ધર્મના ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે અનેક વિદ્વાન–મર્મજ્ઞ અને વિદુષી સાધ્વી રત્નો સમાજને પ્રાપ્ત થયા છે. જૈન સાધ્વીઓ પોતાના કઠોર જીવનક્રમ, અપરિગ્રહ, સાદગી, નિઃસ્પૃહા વગેરે ચારિત્રબળથી માત્ર જૈન સમાજમાં નહીં પણ અન્ય સામાજીક વર્ગોમાં પણ આદરપાત્ર બન્યા છે.
આ પુસ્તક જૈન ધર્મના–જૈન સમાજના આ ક્રાંતિકારી પાસાને અન્ય સમાજ સમક્ષ રજૂ કરે છે. વિશેષમાં આ પુસ્તક એક અભ્યાસ તરીકે ઉપયોગી તો છે જ. પણ ભવિષ્યમાં ઇતિહાસનો મહામુલો ગ્રંથ બનશે તેવી ધારણા અસ્થાને નથી.
આવું સુંદર પુસ્તક સમાજને અર્પણ કરીને તેઓએ ઉત્તમ સમાજ સેવા કરી છે. આશા રાખીએ કે તેમનું આ સર્જન સમાજમાં આદરયુક્ત આવકાર પામે અને આવા ઉદાત્ત કાર્યમાં તેઓ વિશેષ આગળ વધે તેવી મંગલ મનોકામનાઓ પાઠવું છું.
તા. ૧-૧-૨૦૦૮
અમદાવાદ
અરવિંદ સંઘવી (ભૂતપૂર્વ નાણા અને શિક્ષણમંત્રી,
ગુજરાત રાજ્ય)