________________
અણગારનાં અજવાળા ]
[ ૨૩૧ કર્યું. જૈનશાળાના ધર્મ પ્રત્યેના ઊંડા સંસ્કારોનાં બીજ તેમની મનોભૂમિમાં ઊંડા ઊતરતાં ગયાં અને ઝડપથી ફૂલવાં અને ફાલવાં લાગ્યાં. દશ તિથિ લીલોતરી અને સ્નાનનો અને કાચાપાણીનો ત્યાગ થઈ ચૂક્યો. સંયમ લેવાની ભાવનાના ઝોક તરફ શારદાબહેન ઝૂકવા લાગ્યાં.
ભવ અટવિમાં ભોમિયો મળ્યો : પોતાની નાની બહેનના અવસાનના નિમિત્તથી શારદાબહેનનું ઉપાદાન તૈયાર થતું હતું. ત્યાં ખંભાત સંપ્રદાયના ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા.નું સાણંદ ગામે પદાર્પણ થયું. શારદાબહેન પૂ.શ્રી ગુરુદેવના સાનિધ્યમાં આવતાં તેમનું હીર પૂ. ગુરુદેવને પરખાઈ ગયું. પૂ.શ્રી ગુરુદેવની કસોટીમાં પાર ઊતરતાં તેમને અમદાવાદ પૂ.શ્રી પાર્વતીબાઈ પાસે મોકલવામાં આવ્યાં. ત્યાં મન ઠર્યું. શારદાબહેનને તીવ્ર સ્મરણશક્તિ અને વૃત્તિ હોવાને કારણે પૂ.શ્રી ગુરુદેવના ચાતુર્માસમાં આગમનું જ્ઞાન–સૂત્રો, થોકડા વગેરે ઝડપથી કંઠસ્થ કરવાં લાગ્યાં. વિવાહ તરફ વાળવાના કુટુંબના પ્રયાસોને દઢતાથી નિષ્ફળ બનાવી વૈરાગ્ય તરફ શારદાબહેન ઢળવા લાગ્યાં. છેવટે ૧૬ વર્ષની નાની ઉંમરમાં કુ. શારદાબહેને સં. ૧૯૯૬, વૈશાખ સુદ છઠ્ઠ ને તા. ૧૩-૫-૧૯૪૦ના સોમવારે અસાર સંસારને અલવિદા આપી સંયમનાં મંગલ દ્વાર તરફ સંયમદાતા પૂશ્રી ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મ.સા. અને પૂ.શ્રી પાર્વતીબાઈ મ.સ.ની નિશ્રામાં પગરણ માંડ્યાં. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. સાથે પૂ.શ્રી જશુબાઈ મ.સ.એ (જીવીબાઈ) પ્રવ્રજ્યા અંગીકાર કરી.
વ્યાખ્યાનમાં વિખ્યાત : પૂ.શ્રી ગુરુ આજ્ઞા, આગમનું જ્ઞાન, વિનય, વૈયાવચ્ચ અને ગુરુભક્તિમાં પોતાની શક્તિ લગાડી શાસનની શાન વધારતાં રહ્યાં, ઉજાળતાં રહ્યાં. એક વખત અમદાવાદ સારંગપુરદોલતખાનાના ઉપાશ્રયમાં ડબલ ન્યુમોનિયાની વ્યાધિમાં ભયંકર રીતે ફસાયાં, તો પણ પૂ.શ્રી સમાધિમાં મસ્ત રહ્યાં હતાં. પૂ.શ્રી ગુરુદેવ પણ તેમની તબિયતના સમાચાર સાંભળી ખેડાથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. પૂ.શ્રી શારદાબાઈ મ.સ.ને પૂ.શ્રી ગુરુદેવ અને પૂ.શ્રી છગનલાલજી મ.સા.ના આશીર્વાદ પણ એવા મળેલા અને તે કુશળ શિલ્પીને હાથે પૂ.શ્રીનું સંયમનું ઘડતર પણ એવી રીતે થયું હતું કે અમદાવાદમાં પૂ.શ્રી ચિક્કાર માનવમેદનીની વચ્ચે તેમના પ્રથમ વ્યાખ્યાનમાં વિખ્યાત બની ગયાં.