________________
૨૩૨ ]
[ અણગારનાં અજવાળા એક વખત સં. ૧૯૯૯માં માત્ર જ્ઞાન દ્વારા મોક્ષ મળે છે, ક્રિયાની કોઈ જરૂર નથી તેવા ઊઠતા વંટોળને શમાવી દેવા “અરિહંત આજ્ઞા, માત્ર જ્ઞાનથી નહીં, પણ “જ્ઞાન ક્રિયા મોક્ષઃ”નાં પ્રભાવક પ્રવચનો દ્વારા જોરદાર અહાલેક જગાડી મિથ્યાવાણી તરફ વળી રહેલા લોકોને અટકાવ્યાં હતાં.
સુકાન સંભાળ્યું ઃ અને સાધુતીર્થની સ્થાપનાઃ પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા., પૂ.શ્રી છગનલાલજી મ.સા. અને પૂ.શ્રી ગુલાબચંદ્રજી મ.સા.ની અંતિમ વિદાય પછી ખંભાત સંપ્રદાયનું સુકાન પૂ.શ્રી શારદાબાઈ મ.સ.ને સોંપવામાં આવ્યું. છ વર્ષ સુધી આચાર્યની અદાથી સફળતાપૂર્વક તેમણે તે સુકાન સંભાળ્યું. અને બે વર્ષ દરમ્યાન આઠ-આઠ બહેનોને સંયમધારી બનાવ્યાં. અને સાધુસંસ્થા ચાલુ કરી. પૂ.શ્રીએ નાની ઉંમરમાં દીક્ષા લીધી પણ જૈન શાસનના શિરતાજ બની જૈન-જૈનેતરોને પ્રતિબોધ પમાડી વ્યસનના રાગીને જૈન ધર્મના અનુરાગી બનાવ્યાં. સેંકડો નરનારીઓને આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરાવ્યાં. ૪૬ આત્માઓને સંસારના કીચડમાંથી બહાર કાઢી પ્રવજ્યાના પંથે વાળ્યા, એટલું જ નહીં પણ ખંભાતના સંઘપતિ શ્રી કાન્તિભાઈ પટેલ જેમણે ગુરુવર્યોના સાનિધ્યમાં રહી આગમનું થોડું જ્ઞાન મેળવેલ પણ તે ગુરુવર્યોની અંતિમ સમાધિ પછી વૈરાગ્યમાં પરિણમતું રહી ગયું હતું. પૂ.શ્રીની ચકોર નજર * તે પારખી ગઈ હતી અને સર્વશ્રી કાંતિભાઈ પટેલ સાથે અભ્યાસ કરતા સૂર્યકાન્તભાઈ, અરવિંદભાઈ, નવીનભાઈ બધાંને વૈરાગ્યની પ્રેરણા આપી અને ગુરુદેવોની આજ્ઞા મેળવી સાધ્વીજીએ સ્વમુખે પુરુષ શ્રી કાંતિભાઈને દીક્ષાનો પાઠ ભણાવ્યો. તેની પાંચ મિનિટ પછી સર્વે ૧૧ મહાસતીજી પાટ ઉપરથી નીચે ઊતરી મહારાજને પાટે બેસાડી તેમના ચરણમાં ઝૂકી પડ્યાં. પૂ.શ્રી મહારાજ સાહેબને મહાન વૈરાગીનું બિરુદ આપ્યું અને ત્યારપછી પૂ.શ્રી કાંતિલાલજી મ.સાહેબે પૂ.શ્રી સૂર્ય મુનિ અને પૂ.શ્રી અરવિંદ મુનિ મ.સા.ને દીક્ષાનો પાઠ ભણાવ્યો. આમ પૂ.શ્રીએ ખંભાત સંપ્રદાયમાં સાધુ તીર્થ ઊભા કરવા અથાગ પરિશ્રમ લીધો. પૂ.શ્રી કાંતિ મુનિ મહાન વૈરાગી આચાર્ય પૂ. કાંતિ ઋષિજી મ.સા.ના નામથી પ્રસિદ્ધિ પામ્યા.