________________
[ અણગારનાં અજવાળા કહાનઋષિ બિરાજ્યા. પૂ. તારાઋષિજી માળવાથી ગુજરાત પધાર્યા. તેમના શિષ્ય પૂ. મંગળઋષિ ખંભાતી પાંચમી પાટે બિરાજ્યા. તેમની પરમ્પરાના આચાર્ય કાંતિઋષિ, પૂ. નવીનઋષિ, પૂ. અરવિંદમુનિ, પૂ. કમલેશમુનિ, પૂ. દર્શનમુનિ તથા પૂ. મહેન્દ્રઋષિ આદિ સંતો છે.
આ સંપ્રદાયનાં સાધ્વીઓમાં મહાન વિદ્વાન પૂ. શારદાબાઈ મહાસતીજીની શિષ્યાઓ પૂ. વસુબાઈ સ્વામી, પૂ. સુભદ્રાબાઈ સ્વામી, પૂ. કમલાબાઈ સ્વામી, પૂ. ચંદનબાઈ સ્વામી, પૂ. રંજનબાઈ સ્વામી, પૂ. સંગીતાબાઈ સ્વામી આદિ વિશાળ સતીવૃંદ છે.
લોકાશાહના અવસાન બાદ લોકાગચ્છમાં આવેલી શિથિલતા દૂર કરવાવાળા સંતોમાં ક્રિયોદ્ધારક પૂ. ધર્મસિંહજી મહારાજ હતા.
૧૫ વર્ષની ઉંમરે દેવજી સ્વામીના સઉપદેશથી વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. તેમણે ગુરુ આજ્ઞાથી તે સમયના મુખ્ય શ્રેષ્ઠી કામદાર દલપતરાય વગેરેને અમદાવાદના દરિયાપુર દરવાજા પર ઉપદેશ આપવાથી તે સંપ્રદાયનું નામ દરિયાપુરી પડ્યું. તેમણે વિ.સં. ૧૯૯૪માં ક્રિયોદ્ધાર કર્યો. ૨૧મી પાટે પૂ. રઘુનાથજી મહારાજ બિરાજમાન થયા. દરિયાપુર આઠ કોટિ સંપ્રદાયના પ્રવર્તમાન આચાર્ય પૂ. શાંતિલાલજી મહારાજ, પૂ. વિરેન્દ્ર મુનિજી મહારાજ તથા પૂ. રાજેન્દ્રમુનિજી મહારાજ છે.
પૂ. વાસંતીબાઈ, પૂ. ઝવેરીબાઈ, પૂ. સુશીલાબાઈ, પૂ. નારંગીબાઈ, પૂ. પ્રવીણબાઈ, પૂ. મૃદીલાબાઈ આદિ સતીવૃંદ છે.
ક્રિયોદ્ધારક પૂ. ધર્મદાસજી મહારાજ ૧૮મી સદીમાં થયા. સંવત ૧૭૭૨માં મહાવીર જયંતિને દિવસે અલગ રીતે ૨૨ શિષ્યોએ ધર્મ પ્રવર્તનનું કામ શરૂ કર્યું, ત્યારથી બાવીશ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. આમાં પૂ. ધર્મદાસજી સાથે ધનરાજજી, પૂ. લાલચંદજી, પૂ. હરિદાસજી, પૂ. જીવાજી આદિ સંતો હતા.
તેરાપંથ પ્રવર્તક શ્રીમદ્ આચાર્ય ભિક્ષુ સ્થાનકવાસી પરંપરાના મહાન આચાર્ય રઘુનાથજીના શિષ્ય હતા. વિ.સં. ૧૮૧૭માં કેળવા (મેવાડ)માં તેઓ કુલ્લે મળીને તેર સાધુઓએ તેરાપંથ સંપ્રદાયની રચના કરી. તેમના છેલ્લા