________________
૭૮ ]
[ અણગારનાં અજવાળા તપસ્વી માણેકચંદ્રજી મહારાજે ભાખ્યું હતું મારા પછી વીસ વર્ષે બીજો તપસ્વી થશે. તપસમ્રાટની આ તપસ્યા દ્વારા માણેકચંદ્રજી મહારાજના આ વચનો સિદ્ધ થયા.
અગ્લાનભાવે સેવા વૈયાવચ્ચ એ પૂ. રતિલાલજી મહારાજનો જીવનમંત્ર હતો. પૂ. પ્રેમચંદ્રજી મ.સા., પૂ. ગોવિંદજી મ.સા., પૂ. વિરજી મ.સા., પૂ. દેવચંદ્રજી મ.સા., પૂ. પ્રાણગુરુદેવ વિ. નવ સંતોની અગ્લાનભાવે સેવાઈ કરી.
સં. ૨૦૧૩માં બગસરા મુકામે પૂજ્ય ગુરુદેવ પ્રાણલાલજી મ.સા. કાળધર્મ પામ્યા. ગુરુવિયોગમાં રતિગુરુનું મનોમંથન ચાલતું હતું. ત્રીજે ઉપવાસે વિચાર તીવ્ર બન્યો “હું મૃત્યુ પામું તો સારું” મરી જવાના વિચારે નિદ્રા વેરણ થઈ જાણે રાતના બાર વાગે ગુરુજી પધાર્યા અને કહ્યું કે “તારે મરી જવું છે? રતિગુરુ કહે હા, ગુરુદેવે કહ્યું પહેલા તારા સ્વભાવને માર પછી મરી જજે. પૂજ્ય રતિલાલજી મ.સા. કહે છે કે ત્યારથી મારા “સ્વભાવમાં જબ્બર પરિવર્તન આવ્યું. કવિ અખાએ એક ચાબખામાં સુંદર વાત કહી છે.
મરતા પહેલા જાને મરી,
બાકી રહેતે શ્રી હરિ'. તારા મૃત્યુ પહેલા તારામાં રહેલો અહંકાર અને ક્રોધ જો મૃત્યુ પામે તો શેષ તારામાં માત્ર ઇશ્વરરૂપ તત્ત્વો હશે.
સં. ૨૦૧૪થી દીક્ષાનો સીલસીલો શરૂ થયો પૂ. જનકમુનિથી શરૂ કરી ૧૪૫ આત્માઓને સંયમને રંગે રંગ્યા. માતાને અંતિમવેળાએ ધર્મ પમાડી આપેલા વચનનું પાલન કર્યું
નવદીક્ષિત મહાસતીજી અને વૈરાગી બહેનોના અભ્યાસ માટે રહેવાની સગવડ સાથે ઘાટકોપરમાં શ્રમણી વિદ્યાપીઠની સ્થાપનામાં ઐતિહાસિક યોગદાન આપ્યું.
ઈ.સ. ૧૯૯૨માં રાજકોટના સામૂહિક ચાતુર્માસમાં આગમની વાંચના આપી ઈ.સ. ૧૯૯૩ના વડિયાના ચાતુર્માસ વખતે સાધ્વીજીઓ પાસે પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મ.સા. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની વાંચના આપી આ સામૂહિક