________________
અણગારનાં અજવાળા ]
ચાતુર્માસમાં સાધ્વીજીઓ વાંચણી કેમ અપાય તેનું શિક્ષણ આપ્યું.
કરાવ્યા.
[ ૭૯
૧૯૯૨માં ભાગ્યવંતાબાઈ મ.સ.ને સંથારા અનશનના પચ્ચખાણ
પૂજ્ય ગુરુદેવ વડીયામાં રહીને ગૌશાળાની સુંદર પ્રેરણા કરી પૂજ્યશ્રીના હૃદયમાં જીવદયાની જ્યોત સદાયજળહળતી રહી.
૧૨-૧-૯૮માં તબિયત બગડતા રાજકોટ હૉસ્પિટલમાં દાખલ કર્યા. પૂજ્યશ્રી નમ્રમુનિજીએ ૨૭-૨૭ દિવસ સુધી પોતાના ગુરુની અગ્લાનભાવે ઉત્કૃષ્ટ સેવા કરી.
પૂજ્ય ગિરિશમુનિ તથા પૂ. સુશાંતમુનિ પણ વેરાવળથી ઉગ્ર વિહાર કરી પધારી ગયા. પૂજ્ય ગુલાલબાઈ, પૂ. પ્રાણકુંવરબાઈ, પૂ.શ્રી મુક્તાબાઈ, પૂ. લીલમબાઈ, પૂ. જશુબાઈ, પૂ. સમજુબાઈ આદિ દર્શનનો લાભ લેવા પધારી ગયા.
સં. ૨૦૫૪ મહાસુદ સાડીઅગિયારસ ૮-૨-૧૯૯૮ રવિવારે વિજય મુહૂર્ત પૂત્રીના આત્માએ આ દેહના બંધન છોડી મહાપ્રયાણ કર્યું.
પૂજ્યશ્રીનીપાવન પ્રેરણાથી પ્રાણપરિવારના દાર્શનિકમુનિ, જયંતિલાલજી મ., વાણીભૂષણ પૂ. ગિરિશમુનિજી, પૂ. આગમદિવાકર પૂ. જનકમુનિજી, નિડરવક્તા પૂ. જગદીશમુનિજી, શ્રી ગજેન્દ્રમુનિજી, શાસનપ્રભાવક પૂજ્ય શ્રી નમ્રમુનિજી, શાસન પ્રભાવનાનું રૂડું કાર્ય કરી રહેલ છે.
પૂજ્ય ગુરુદેવના શિષ્ય શાસન અરુણોદય પૂજ્ય નમ્રમુનિજી ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ,-પારસધામ, લુક એન્ડ લર્ન–જૈન જ્ઞાનધામ, અર્હમ યુવાગ્રુપ દ્વારા યુવા ઉત્કર્ષ, જૈન શિક્ષણ અને જૈન સાહિત્ય જ્ઞાનસત્રો દ્વારા શાસનસેવાના ઉત્તમ કાર્યો કરી રહેલ છે.