________________
૮૦ ]
[ અણગારનાં અજવાળા જીવદયાના જ્યોતિધર અધ્યાત્મમૂર્તિ પૂ. શ્રી નવીનચંદ્રજી મ.સા.
[ બોટાદ સંપ્રદાય ] પૂજ્યશ્રી નવીનચંદ્રજી મ.સા. એટલે સહુના લાડીલા નૂતનગુરુ. સૌરાષ્ટ્રના નાનકડા તુંગિયા નગરી સમા પાળિયાદ ગામમાં પ્રેમાળ પિતા પિતાંબરભાઈને ત્યાં સંસ્કારી રત્નકુક્ષિણી સુરજબાની કુક્ષિએ જનમજનમનો જોગી જાણે યોગભ્રષ્ટ આત્માનું સં. ૧૯૮૪માં અવતરણ થયું શાંત સ્વભાવી બાળકને શાંતિલાલ નામ મળ્યું. સાત ધોરણ સુધીનો અભ્યાસ કરી વ્યવસાયમાં જોડાઈ ગયા.
પાળિયાદની પુણ્યભૂમિમાં અવારનવાર દાદાગુરુ પૂ. માણેકગુરુ પધારતા પૂર્વના ધર્મસંસ્કાર અને ઋણાનુબંધ શાંતિભાઈ માણેકગુરુ પ્રતિ આકર્ષાયા. માણેકગુરુને પણ એમના પ્રતિ અદકો વાત્સલ્યભાવ સં. ૨૦૦૦ની સાલના રાજકોટ ચાતુર્માસમાં ગુરુદેવ પાસે રહી શાસ્ત્રાભ્યાસ કર્યો. પંડિતજી પાસે પણ ભણ્યા. ૧૬ વર્ષની તરુણવયે પૂ.શ્રી પાસે લાવતજીવન બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું.
દીક્ષાની આજ્ઞા મળી, શામજી વેલજી વિરાણી પરિવારની વિનંતીથી રાજકોટમાં દીક્ષા નક્કી થઈ. ૨૦૧૧ મહાસુદ બીજને સોમવારે શાંતિકુમારની દીક્ષાનો ઉત્સવ રાજકોટમાં ઉમંગથી ઉજવાયો મધુર પ્રવચનકાર પૂ. શિવલાલજી મ.સા. પ્રથમ શિષ્ય તરીકે ઘોષિત થયા. આ પાવન દિવસે રાજકોટ નરેશે કતલખાના બંધ રખાવ્યા.
પૂ. દાદાગુરુ નૂતન સાધકમાં અપૂર્વતા નિહાળતા એને કહે છે “જો નવીન ચંદ્ર ઉગ્યો, સહૂ બીજનો ચંદ્ર જુએ, પૂજે તું પણ નવીનચંદ્ર છે. આજથી તારું નામ નવીનચંદ્રનૂતન અણગાર નવીનચંદ્ર મ.સા. બન્યા.
સં. ૨૦૦૧ના વેરાવળ ચાતુર્માસ વખતે જીવદયાના જ્યોર્તિધર પૂ. નવીનચંદ્ર મ.સા.ની પ્રેરણાથી મચ્છીમારોની ઝાળો તથા અન્ય જીવહિંસા બંધ રહી.