________________
અણગારનાં અજવાળા ]
[ ૮૧ સં. ૨૦૦૮માં બોટાદ ચાતુર્માસ પૂ. નવીનચંદ્ર મ.સા.ના ઉપદેશથી ૧૧ વ્યક્તિઓએ સજોડે બ્રહ્મચર્યવ્રત લીધું અને પુષ્કળ તપશ્ચર્યા થઈ. ગુરુદેવ પૂ. કહાનગુરુ પૂ. અમુલખગુરુ બધાને પૂ. નવીનચંદ્ર મ.સા.ને ભણાવવાની ખૂબ હોંશ.
સં. ૨૦૧૪-૧પમાં વડિયામાં તપસ્વી માણેકચંદ્રજી સ્વામી જૈન વિદ્યાલયમાં અભ્યાસ અર્થે ચાતુર્માસ રહ્યા. પંડિત રોશનલાલજી, પંડિત નારાયણજી પાસે અભ્યાસ કર્યા એટલો અભ્યાસ કર્યો કે તે “પંડિતરત્ન' સાહિત્યરત્ન'નું બિરુદ પામ્યા.
ગોંડલ સંપ્રદાયના પૂ. રંભાબાઈ મ.સ.ના સંપૂર્ણ સહયોગથી પૂ. ગુરુદેવની નૂતન પ્રેરણાના અમૃતથી વૈશાખ વદ. ૭ સં. ૨૦૧૭ના પૂ. ચંપાબાઈ મ.સ.ને બનાવ્યા છે વડીલ ગુરુમાતા, પૂ. સવિતાબાઈ મ.સ.ને મોટી બહેનરૂપે, પૂ. મંજુલાબાઈ મ.સ. અને નાનકડાં પૂ. સરોજબાઈ મ.સ.ની દીક્ષા સંપન્ન થઈ. બોટાદ સંપ્રદાયમાં સાધ્વીતીર્થની સ્થાપના થઈ.સંઘ પૂરો થયો. આ કાર્ય માટે પૂ. રંભાબાઈ મહાસતીજી તથા પૂ. નૂતન અમીગુરુનું યોગદાન ઐતિહાસિક લેખાયું. પૂ. શ્રી નવીનચંદ્રજી મ. (પૂ. નૂતનગુરુ)ની પ્રેરણાથી બોટાદ, ગઢડા, ઢસા, પાળિયાદ, ભાડલા વિ પાંજરાપોળો તરતી કરી. મહાવીર કલ્યાણકેન્દ્ર, પાર્શ્વનાથ સેવા કેન્દ્ર વિ.માં પ્રેરણા કરી કેટલાંય પશુઓને કતલખાને જતાં અટકાવ્યા. ગરીબોને અનાજ તબીબી સહાય, શૈક્ષણિક સહાયની પ્રેરણા કરી.
પૂ. ગુરુદેવની તબિયતમાં ચડાવ-ઉતાર તો આવતો જ હતો. ૨૦૦૬માં હવે વધુ તબિયત કથળી તેથી પૂ. અમીગુરુએ (પૂજ્ય અમીચંદ્રજીએ) પૂ.શ્રીને પ્રાયશ્ચિત્ત દીક્ષાનો છેદ, આલોચના, સહુ સાથે ખામણા વિ. એમનો સંપૂર્ણ જાગૃતિને સહર્ષ સંમતિથી કરાવ્યું. સમયે સમયે સાગરી સંથારો પણ કરાવી દેતા ફાગણ સુદ ૧૩ને રવિવાર ૧૨મી માર્ચના બપોરના ૩.૩ર મિનિટે જીવદયાના જ્યોર્તિધરની જીવનલીલા સંકેલાઈ ગઈ.
નૂતન ગુરુની વિદાય એટલે વર્તમાનનો વિષાદ, અધ્યાત્મમાર્ગનો વિલાપ, શાસન આકાશમાંથી એક તેજસ્વી તારલાનો અસ્ત. હજારો શ્રાવકોએ અશ્રુભીના નયને આ મહાનસંતને ભાવાંજલિ અર્પી.