________________
૮૨ ]
[ અણગારનાં અજવાળા
પૂજ્યશ્રીના અનુગામી પૂ. અમીચંદ્રજી મ.સા., પૂજ્યશ્રી શૈલેષમુનિજી, પૂ. સવિતાબાઈ મ.સ., પૂ. સરોજબાઈ મ.સ., પૂ. અરૂણાબાઈ મહાસતીજી પૂ. અનિલાબાઈ મહાસતીજી, પૂજ્ય પ્રફૂલાબાઈ મ.સ., પૂ. ઇલાબાઈ, નીલાબાઈ મહાસતીજી આદિ સંત-સતીજીઓ શાસન-ધર્મપ્રભાવના કરી રહેલ છે.
ક્રાંતિકારી તત્ત્વચિંતકો
ઉપાધ્યાય પૂ. અમરમુનિજી
પૂજ્ય અમરમુનિનો જન્મ ૧૯૦૨માં ગોધાગ્રામ હરિયાણામાં થયો હતો. પિતા લાલસિંહ અને માતા ચમેલીદેવીના પુત્રરત્ન અમરમુનિએ ૧૯૧૭માં જૈનદીક્ષા અંગીકાર કરી હતી.
શ્રમણસંઘને સંગઠિત કરવામાં એમની નોંધનીય કામગીરી હતી. એમના પ્રવચન-લેખન, નિબંધ, વિવેચન વિ. વિવિધ વિષયની સૌથી અધિક કૃતિઓ ઉપલબ્ધ છે. પૂ.શ્રીની જ્ઞાનગરિમાને કારણે સમાજે એમને ઉપાધ્યાયપદથી અલંકૃત કરેલા.
એમની પ્રેરણાથી શરૂ થયેલ બિહારના રાજગીરી ક્ષેત્રમાં આવેલ વિરાયતન સંસ્થા ધર્મ-અધ્યાત્મ અને સેવાક્ષેત્રમાં સુંદર કામગીરી કરી રહેલ છે. વૈભારગીરી રાજગૃહીમાં ૧૯૨૨માં તેમનો સ્વર્ગવાસ થયો હતો. વિરાયતનની પ્રવૃત્તિનો દેશ-વિદેશ, મુંબઈ, પૂના અને કચ્છમાં વિસ્તાર થયો છે. આચાર્યાચંદનાજી આદિ તેનું સંચાલન કરે છે.
યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી, પૂજ્ય કાનજીસ્વામી, પૂજ્ય દાદાભગવાન વિ.એ અધ્યાત્મક્ષેત્રે એક નવી કેડી કંડારી હતી. તેમ પૂજ્યશ્રી વિજયવલ્લભસૂરિ, મુનિ સંતબાલજી અને ઉપાધ્યાય અમરમુનિએ ધર્મ અને અધ્યાત્મ સાથે જનહિતના ક્ષેત્રને ક્રાંતિકારી વળાંક આપ્યો છે.