________________
અણગારનાં અજવાળા ]
દીક્ષાગુરુ : પૂ. કેશવલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી લીલાવતીબાઈ મ.સા.
ધાર્મિક અભ્યાસ : ૨૩ આગમો કંઠસ્થ.
[ ૨૧૯
ત્યાગ અને વૈરાગ્ય એ બહારની નહીં પણ ભીતરની પ્રક્રિયા છે. વૈરાગ્ય એટલે જેમાંથી રાગ જતો રહ્યો છે. તેમાં આત્મત્યાગ, આત્મવિશ્વાસ અને આત્મવિજય સમાહિત છે. ભલા! પોતાની જાત ઉપર કાબૂ મેળવ્યા વિના કોઈ ત્યાગી કે સંન્યાસી બની શક્યું છે? છતાં આ...
હજુ તો નાનીશી નિર્ઝરિણી હતી. હસતું, કૂદતું ઝરણું લીંબડી મુકામેશ્રી શાહ ચત્રભુજ નાનચંદને ખોરડે અને માતા સૂરજબાને ખોળે બે પુત્રો પછીનો આ કન્યારત્નનો જન્મ સં. ૧૯૯૧ના અષાઢ સુદ એકમના દિવસે થયો હતો. પિતાશ્રી પણ પહાડ જેવા અડગ ધર્મપ્રિય અને દૃઢધર્મી. તેમના કાપડના વ્યવસાયમાં પોતે પ્રામાણિકતાથી અને ન્યાયપૂર્વકનો વ્યવસાય કરતાં અને પૂ. શ્રી નાનચંદ્રજી મ. સા. ચુસ્ત સિદ્ધાંતવાદી એવાના અનુયાયી કહો કે શિષ્ય હતા. માતાશ્રી સૂરજબા પણ સુસંસ્કારી હતાં. ધર્મના સંસ્કારથી સજધજ હતાં. આમ આ નિર્ઝરિણી માતાપિતાને આંગણે હસતી ખેલતી કૂદતી મોટી થવા લાગી. બુદ્ધિની તીવ્રતાને કારણે તેમનું નામ પણ પ્રજ્ઞા’ રાખવામાં આવ્યું હશે કારણ....! ‘પ્રજ્ઞા’=‘જ્ઞા' શબ્દનો અર્થ સંકલ્પયુક્ત નિશ્ચયાત્મક ‘બૌદ્ધિક નિર્ણય’, જે તર્કસંગત, ન્યાય સંગત અને સમ્યક્ પ્રકારે ‘નિષ્કંટકભાવ અને જ્ઞાન છે તે ‘જ્ઞા' છે તે શબ્દ વિશેષ પ્રકારે પરિપક્વ થાય ત્યારે પ્રજ્ઞા બને છે, તેમાં અનુશાસન આવે ત્યારે અનુજ્ઞા બને છે. (જ્ઞાતાધર્મનું યોગ).
તેમની ચારેક વર્ષની ઉંમર થઈ ત્યાં તો લીંબડીમાં હિજરત થઈ. અને તેમના પરિવારે સુરેન્દ્રનગરમાં આવી વસવાટ શરૂ કર્યો. ત્યાં આવીને શાળાના અભ્યાસની સાથે સાથે પ્રજ્ઞાબહેને કુસુમબહેન જેવી સખીનો સત્સંગ થતાં સંસ્કૃત, પ્રાકૃત તથા ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. તેમના જીવનને ઓપ આપવામાં તેમનાં માતાપિતાનો તથા પૂ. શ્રી વસુમતીબાઈ મ.સ., પૂ. શ્રી મુક્તાબાઈ સ્વામીજી તથા પૂ. શ્રી લીલાવતીબાઈ સ્વામીનો મોટો ફાળો રહ્યો. પ્રજ્ઞાબહેનનું વ્યક્તિત્વ કમળની માફક વિકસતું ગયું. તેમના પોતાના વિચારોમાં દૃઢતા આવતી ગઈ. અને તેમનું વ્યક્તિત્વ જાગી ગયું. આ