________________
૨૨૦ ]
[ અણગારનાં અજવાળા નાનીશી નિર્ઝરિણી જેવી દીકરી વિશ્વના મહાસાગરમાં ભળી જવા અધીર બનવા લાગી. તેમના જીવનમાં સંતરૂપી વસંત પ્રગટ થઈ ચૂકી હતી. “સ્વ” સર્વસ્વમાં ભળવા આતુર બન્યું હતું. વિશ્વમૈત્રી એ તેમનો મંત્ર બની ગયો. પૂર્ણતા તરફની કેડી ઉપરનાં તેમનાં પગલાંનાં મંડાણ હતાં. સત્સંગને પ્રભાવે તેમણે એક પરમપદની પ્રાપ્તિ માટેનું લક્ષ્ય સ્વીકારી લીધું અને તેમની જીવનયાત્રાના મુકામનું જ્ઞાન તેમને લાગ્યું અને એ દિશામાં તેમની ગતિ અને પ્રગતિની શરૂઆત થઈ ગઈ. અને તેમણે એવું અનુભવ્યું કે પૂર્વભવથી જ તેમની ભીતરમાં કોઈ આવા જ ઊઠતા નાદ સાથે, લક્ષ્યનાં પ્રકાશની ઝળહળતી જ્યોત લઈને જ આ દીકરીએ ધરતી ઉપર અવતરણ કર્યું હશે.
ચાર વર્ષની ઉંમરે પ્રજ્ઞાબહેન સામાયિક શીખી ગયાં હતાં અને સાત વર્ષની ઉંમરે ભરી સભામાં શુદ્ધ ઉચ્ચારણ અને ભાવ સાથે પ્રતિક્રમણ બોલાવતા. તેમણે એક વર્ષીતપ કર્યું હતું ત્યારે તેમના પારણામાં પૂ. શ્રી નાનચંદ્રજી મ. સા. પધારેલ અને આવી સુસંસ્કારી સુકન્યાને જોઈ તેમનાથી દીક્ષાના ભાવ વિષે પુછાઈ ગયેલું ત્યારે પદ્માબહેને સંમતિ દર્શાવતાં ગુરુજી પણ કહીને ગયા કે દીકરીને દીક્ષાના ભાવ છે તો અવરોધ ન કરશો. તેમજ તેમને તેમની મરજી મુજબ ગુરુની પસંદગી કરવા દેજો. તેઓ કોકિલકંઠી હતા. એવાં સુંદર સ્તવનો અને ભજનો ભાવવાહી રીતે ગાતાં કે જાણે ભક્ત અને ભગવાનની વચ્ચે એકસેતુ રચાઈ જતો. સૌ પરમપાં–આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જતો. ભક્ત અને ભગવાન વચ્ચે એકરૂપતા સધાઈ જતી અને જાણે પરમ પ્રસન્નતાની પળોનો એક માહોલ ઊભો થતો!
તેમની બાર વર્ષની ઉંમર હતી અને તેમના પિતાશ્રી ચત્રભુજભાઈની અંતિમ ઘડી આવી પહોંચી હતી. પ્રજ્ઞાબહેનનાં ભજનોમાંથી ભાવોનો રસ ઘૂંટાતો. પ્રભુ પાસેથી જે મળ્યું તેને પાછું સોંપતાં દુઃખ ન થવું જોઈએ. એક યાત્રિક બનીને આવ્યા હતા. આ તો બધો આ જીવનપૂરતો સંગાથ હતો, તો તે છોડતા દુઃખ ન થવું જોઈએ અને આ ભજનોએ પિતાશ્રીની અંતિમ ક્ષણોને પાવિત્ર્ય બક્યું અને અધ્યાત્મયોગી પૂ. શ્રી કેશવ ગુરુદેવ પાસે સંથારો કર્યો અને તેઓએ પણ કહ્યું કે પ્રજ્ઞાબહેનને દીક્ષાના ભાવ થાય તો રોકશો નહીં.
આમ પ્રજ્ઞાબહેનના ત્યાગમાર્ગને પુષ્ટિ મળી અને લીંબડી ગોપાલ