________________
૨૧૮ ]
[ અણગારનાં અજવાળા
તપની આરાધના કરે છે. બા. બ્ર. પૂ. શ્રી નિરૂપમાબાઈ મ.સ. ગુરુકૃપાએ અને મા સરસ્વતીના આશીર્વાદ વરસ્યા હોય તેમ સંયમ બાદ પાંચ વર્ષનાં ટૂંકા ગાળામાં ૩૨ આગમો અર્થ સહિત કંઠસ્થ કરેલ છે અને એક સાધ્વીરત્ના તેમના સંયમપર્યાયનાં વધતાં વર્ષ સાથે તેટલા કલાકની મૌન સાધના કરી રહ્યાં છે. આજે ૧૯ વર્ષના સંયમપર્યાયે ૧૯ કલાકની તેમની મૌન સાધના ચાલુ છે. આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવનાર બે સતીરત્નો અઠમની વર્ષીતપ આરાધના કરી રહ્યાં છે.
આખરે જેમ માનવીને જન્મની સાથે જ મરણની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે, તેમ પૂ. શ્રી તારાબાઈ મ.સ.ના જીવનમાં મૃત્યુનાં પડઘમ વાગવા લાગ્યા અને વૈશાખ વદ છઠ્ઠને શનિવારે રાત્રે ૯-૨૦ કલાકે સંથારા સહિત સમાધિમરણને પામ્યાં.
जं सम्मं ति पासई । तं मोणं ति पासइ ।।
જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં જ મુનિપણું છે'. શ્રી આચારાંગમાં પણ સમ્યક્ત્વથી જ જૈનદીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠા એ જ . સિદ્ધિ મનાય છે.
ભીતરનો સાદ
બા. બ્ર. પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ સ્વામી
[ગોપાલ સંપ્રદાય]
નામ : પ્રજ્ઞાબહેન.
માતા-પિતા : શ્રી સૂરજબા ચત્રભુજ નાનચંદ શાહ. સ્થળ : લીંબડી.
જન્મ : સં. ૧૯૯૧ અષાઢ સુદ એકમ.
દીક્ષા : સં. ૨૦૧૫, પોષ સુદી ૧૩.