________________
અણગારનાં અજવાળા ]
[ ૨૨૩ શૈશવકાળ અને કોલેજકાળ પસાર થતો હતો. ત્યાં તેઓ અને તેમનાં ધર્મિષ્ઠ પૂ. માતાપિતા, બા.બ્ર.પૂ. વસુબાઈ મ.સ., બા.બ્ર.પૂ.શ્રી કેશવલાલજી મ.સા. અને બા.બ્ર.પૂ.શ્રી લીલાવતીબાઈ મ.સ.ના સંપર્કમાં આવ્યાં. કુસુમબહેનને વૈરાગ્યનો રંગ ચડ્યો અને બા.બ્ર.પૂ.શ્રી કેવળમુનિ મ.સાહેબે સુરેન્દ્રનગરની જન્મભૂમિમાં સં. ૨૦૧૬, કારતક વદ-૩, બુધવાર, તા. ૧૮-૧૧-૧૯૫૯માં કુસુમબહેનને સંયમનાં દાન આપ્યાં.
સમર્પણ ઃ ગુસણીમૈયાની અસીમકૃપા તેમના પર વરસતી હતી. એક એક સિદ્ધાંતના ગૂઢાર્થ તેમને સમજાવતાં. તે અમૃતધારાને પૂ.શ્રી કુસુમબાઈ મ.સ. પોતાના પાત્રમાં ઝીલતાં. ધાર્મિક અભ્યાસનું પાઠન, મનન, વાચન અને પાચન કરતાં. પોતાની જાતને પોતાના ગુરુને પૂર્ણ રીતે સમર્પિત કરવામાં માનતાં. ગુરુદેવની ઇચ્છા તે જ મારી ઇચ્છા. બીજો કોઈ વિકલ્પ નહીં. નિર્વિકલ્પ દશા. નહીં સંતો તરત વાર્દિ પોતે જેવાં અંદર તેવાં જ બહાર હતાં. સંસારી સગાંઓની સાથે તેઓએ ક્યારેય તેમની પાસે બેસીને વાતો નથી કરી કે સંસારી વાતો નથી કરી. પોતે ગુણજ્ઞ પણ બન્યાં અને ગુણાનુરાગી પણ બન્યાં, જે બનવું કોઈ પણ વ્યક્તિ માટે બહુ મુશ્કેલ છે. તેમની મુખાકૃતિ હિંમેશાં હળવાહળવા સ્મિતથી છલકાતી, ખીલેલા ગુલાબ જેવી સદાય ચિત્તપ્રસન્નતાથી મલકતી રહેતી. અરે! કેન્સર જેવા મહાભયંકર વેદનાના રોગ વચ્ચે પણ તેઓનું મુખારવિંદ સમતા-સમાધિ વગરનું અને સ્મિત વગરનું કરમાયેલું જોવા મળ્યું નથી.
અગમનાં એંધાણઃ પોતાને કેન્સર થયાનાં તેમને સપનાંઓ આવતાં અને તે જ પ્રમાણે બન્યું. ૧૯૮૪માં નારણપુરા સ્થાનકવાસીની વાડીમાં ચાતુર્માસ પ્રવેશ વખતે આ દર્દનાં એંધાણ મળી ગયાં. પૂ.શ્રીને છાતીમાં દુખાવો, બળતરા શરૂ થઈ. ગાંઠ દેખાવા લાગી. બાયોપ્સીમાં કેન્સર આવ્યું, પણ પોતે તેને સહર્ષ સ્વીકારી ભેદ-વિજ્ઞાન અને આત્મસાધનાની નિજાનંદની મસ્તીમાં મહાલતાં રહ્યાં. તેમનું મોટું ઓપરેશન થયું. દૂરદૂરથી અન્ય સંપ્રદાયોના ગુરુદેવો પણ પધાર્યા હતા, છતાં પૂ.શ્રીને હૃદયમાં કોઈ ઉકળાટ ન હતો. દેહકષ્ટની કોઈ ફરિયાદ ન હતી. પછી તો પોતે ખંભાત પણ વિહાર કર્યો. ત્યાં ઝઘડાઓનો શાંતિભર્યો ઉકેલ લાવી સમાધાન કર્યું. કોઈ ભાઈને