________________
૨૨૨ ]
[ અણગારનાં અજવાળા
જંગ ખેલ્યો પણ ઝૂક્યાં નહીં બા.બ્ર. પૂ.શ્રી કુસુમબાઈ મહાસતીજી
[લીંબડી ગોપાલ સંપ્રદાય શુભ નામ : કુસુમબહેન. જન્મદિન વિ.સં. ૧૯૯૬, ફાગણ સુદ ત્રીજ,
બુધવાર, તા. ૧૨-૩-૪૦. માતાપિતા : શ્રી શાંતાબહેન વાડીલાલ કસ્તુરચંદ શાહ. દીક્ષાદાતા : પૂ.શ્રી લીલાવતીબાઈ મહાસતીજી. જન્મસ્થળ : સુરેન્દ્રનગર. દીક્ષાદિન : સુરેન્દ્રનગર, સં. ૨૦૧૬, કારતક વદ-૩, બુધવાર, તા.
૧૮-૧૧-૧૯૫૯. સંપ્રદાય : લીંબડી ગોપાલ સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ : આગમ શાસ્ત્રોનાં ઊંડા અભ્યાસી.
કાળધર્મ : નારણપુરા, અમદાવાદ. સં. ૨૦૪૪, અષાઢ સુદ ૧૩, મંગળવાર, તા. ૨૬-૭-૮૮, રાત્રિએ ૧૦-૫૦ મિનિટે.
“ભક્તિ એવી પંખિણી, જેને જ્ઞાન, વૈરાગ્ય બે પાંખ છે; ચિદાકાશમાં એ તો ઊડે, જેને સદ્ગુરુરૂપિણી આંખ છે.”
અખો. પંખીનું નિવાસસ્થાન વૃક્ષ પર ઊંચે હોય છે. દાણા માટે જમીન ઉપર આવે પણ ફરી વૃક્ષ ઉપર ચાલ્યું જાય. તેમ સાધક આત્માની મનોભૂમિકા ઊંચે ઊંચે હોય. “તનુ સંસારે ચિત્ત મોક્ષે.” શરીર સંસારમાં ચિત્ત મોક્ષમાં હોય. અરિહંતના ઉપાસકનું બધું અરિહંતમય બની જાય.
- પૂ.શ્રીના પત્રમાંથી. એક ફૂલ ઊગ્યુંઃ સુરેન્દ્રનગરની ધરતી ઉપર પિતાશ્રી વાડીભાઈના કુળમાં અને માતા શ્રી શાંતાબહેનની કૂખે ૧૯૯૬ના ફાગણ સુદ ત્રીજ, બુધવાર તા. ૧૨-૩-૧૯૪૦ના રોજ કુસુમબહેનનો જન્મ થયો. તેમનો