________________
૨૨૪ ]
[ અણગારનાં અજવાળા
ક્રોધ બહુ આવ્યો. પૂ.શ્રીની વાત્સલ્યમૂર્તિમાંથી છલકાતા વાત્સલ્યે તે ભાઈમાં પરિવર્તન આણ્યું અને ક્રોધ ન કરવો તેવાં જાવજીવનાં તે ભાઈએ પચ્ચક્ખાણ કર્યાં. તેમના સંપર્કમાં આવતાં કેટલાક આત્માઓ વિષયો છોડી વિરાગી બન્યા. કેટલાક વ્યસનોથી મુક્ત થયા. કેટલાકે સૂત્રો કંઠસ્થ કર્યાં. ૧૯૮૭માં નવરંગપુરામાં ચોમાસુ હતું. ત્યાં ફરી કેન્સરની ગાંઠો નીકળી. છતાં પર્વાધિરાજ પર્યુષણમાં પૂ.શ્રીની જોશીલીવાણીમાં પ્રવચનપ્રભાવના અને અન્ય આત્મિક આરાધનાઓ દ્વારા તેમની પર્યુપાસનાઓ વણથંભી રહેતી થાકતાં નહીં. આરામ કરતાં નહીં. ફરી એક નાનું ઓપરેશન થયું. હાથના દુખાવાએ માઝા મૂકી પણ તે શૂરવીર સાધકનાં હથિયાર હેઠાં પડ્યાં નહીં. રોગ સામે જંગ ખેલ્યો પણ ઝૂક્યાં નહીં.
વેદનાને વહાલ : કેન્સરના રોગે પૂ.શ્રીના દેહ ફરતો ચારેબાજુથી ભરડો લીધો, છતાં ડોળીના સહારા વગર ચાલીને ગિરધરનગરથી નારણપુરા પહોંચ્યાં. કેન્સરે ઝડપ પકડી. અસંખ્ય ગાંઠો ફૂટી નીકળી. સોજા ખૂબ વધી ગયા, પણ........શ્રી એ વેદનાને વહાલથી સ્વીકારી લીધી હતી. પૂ.શ્રી રામજીમુનિ મ.સા.; પૂ.શ્રી ઉત્તમમુનિ મ.સા., ગોંડલ, બોટાદ સંપ્રદાયના ગુરુવર્યો આદિ સંત-સતીજીઓ દૂરસુદૂરથી ઉગ્ર વિહાર કરી પધાર્યાં. નારણપુરા સંઘસહિત સર્વેએ તેમની ખૂબ વૈયાવચ્ચ, સેવા મન મૂકીને કરી. આલોચના કરાવી. પૂ.શ્રીની સમાધિમાં પ્રેરકબળ પૂરું પાડવા પુષ્કળ પત્રો
આવ્યા.
પૂ.શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજસાહેબ પધાર્યા હતા. પૂ.શ્રીની સમાધિ જોઈને ખુશ થઈને કહ્યું કે “હું ભગવાનને પ્રાર્થના કરું કે મને આવી સમાધિ મળે તો મને કેન્સર દેજે, જેથી નિર્યામણા (આલોચના) કરવાનો મને સુંદર અવસર મળે.”
અનોખું આતમબળ : પૂ.શ્રીને કેન્સર રાક્ષસ બનીને વિર્યું હતું, વર્યું હતું. તેમની નસેનસમાંથી જેમ લોહી પસાર થાય તેમ બળતરા પસાર થતી. ગાંઠો એટલી બધી આગળ પાછળ વધી ગઈ તો પણ તેઓ છેલ્લા પાંચ મહિના પથારી કરીને લાંબા થઈને સૂતાં નથી. ગાંઠો ફૂટતી અને કચકચી જતી, છતાં દરેકને ખમાવતાં. વાંચણી ચાલુ રાખતાં. ત્યાં એકવાર કેન્સરના