________________
અણગારનાં અજવાળા ]
[ ૨૪૯
સ્થાપક પૂ.શ્રી જસરાજજી મ.સાહેબ હતા. ત્યારબાદ પૂ.શ્રી રણછોડજી મ.સા. તથા પૂ.શ્રી અમરસિંહજી મ.સા. અને પૂ.શ્રી રણછોડજી મ.સા.ના પરિવારમાં પૂ.શ્રી હીરાચંદજી મ.સા. તેમનાં શિષ્યરત્નો પૂ.શ્રી મૂળચંદજી મ.સા; શ્રીકાનજી મ.સા. પૂ.શ્રી જગજીવનજી મ.સા; પૂ.શ્રી ઓઘડજી મ.સા. અને પૂ.શ્રી સુખલાલજી મ.સા. હતા.
પૂ.શ્રી કાનજી મ.સાહેબે વિ.સં. ૧૯૯૧, ઈ.સ. ૧૯૩૫માં સ્થા. જૈન ધર્મમાંથી છૂટા થઈ જૈન સ્વાધ્યાયમંદિર-સોનગઢ માર્ગી ધર્મની સોનગઢમાં સ્થાપના કરતાં બોટાદ સંપ્રદાય ઉપર એક વાવાઝોડું આવ્યું. ત્યારે દોશી નાનાલાલ ભૂદરભાઈ, શ્રી અમૃતલાલ માણેકચંદ દેસાઈ અને શ્રી મોહનલાલ દીપચંદ દેસાઈ ત્રણેએ સાથે મળીને શ્રી સંઘને હતાશા-નિરાશાની આંધીમાંથી ઉગાર્યો. કાળાનુક્રમે શ્રી સંઘનું સુકાન પૂ. ગુરુદેવશ્રી માણેકચંદજી મ.સા.ના હાથમાં આવ્યું. તેમણે શ્રી સંઘને મજબૂત બનાવ્યો એટલું જ નહીં પણ અન્ય સ્થળોએ વિચરણ કરીને સ્થા. જૈન ધર્મના પાયા પણ સુર્દઢ કર્યા.
સાધ્વીતીર્થની સ્થાપના : પણ આ સમય દરમિયાન બંધ થયેલા સાધ્વીતીર્થને પુનઃ સ્થાપિત કરવા માટે પૂ.શ્રી માણેકચંદ્રજીના અધૂરા રહેલા સપનાને પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. સાથે અન્ય મુનિવરો અને સાથે લાઠી, બોટાદ અને દામનગરના સંઘે સાથે મળી વિચારણા કરી પૂરું કર્યું. પૂ.શ્રી ચાતુર્માસ અર્થે બોટાદ પધારતાં તેમનાં શાસ્ત્ર-જ્ઞાનાભ્યાસી પ્રભાવક વ્યાખ્યાનોના પ્રભાવ નીચે સારી એવી તપશ્ચર્યાઓ થઈ અને બે નાની ઉંમરની બહેનોને વૈરાગ્ય લેવાના ભાવ પણ ઊભા થયા. સાધ્વી તીર્થ શરૂ કરવામાં ગં.સ્વ. ચંપાબહેનના દીક્ષા લેવાના ભાવ પ્રગટ થતાં એક પીઢ બહેનની જરૂર હતી તે પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો. સાથે સાથે બા.બ્ર. સવિતાબહેન પણ દીક્ષાર્થીમાં જોડાયા. આમ ચંપાબહેનને મુખ્ય ગુરુણીપદે અને અન્યમાં બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન તથા બા.બ્ર. સરોજબહેનનો દીક્ષામહોત્સવ વૈશાખ વદી ૭ના રોજ ઊજવાયો. આ રીતે બોટાદમાં બોટાદ સંપ્રદાય હેઠળ ચોથા સાધ્વી તીર્થની સ્થાપના થઈ. આ નવદીક્ષિત સાધ્વીજીઓને સંયમ માર્ગની તાલીમ માટે ગોંડલ સંપ્રદાયના વિદુષી મ.સ. પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ને સોંપવામાં આવ્યાં. પૂ.શ્રી રંભાબાઈ મ.સ.એ ખૂબ પરિશ્રમ લઈને આ નવદીક્ષિતોમાં જ્ઞાનનું સિંચન કર્યું.