________________
૨૫૦ ]
[ અણગારનાં અજવાળા સંક્ષિપ્તમાં આપણે ઇતિહાસ તરફ એક દષ્ટિપાત કર્યો.
શ્રી ચંપાબાઈ મ.સ. : બોટાદ સ્થા. જૈન ઉપાશ્રયમાં પોતાની આગવી શૈલીમાં પૂ.શ્રી શિવલાલજી મ.સા. મૃગાપુત્રનો અધિકાર ફરમાવી રહ્યા હતા. જાતિસ્મરણ જ્ઞાનને પામેલા મૃગાપુત્ર તેમનાં પૂ. માતાજીને સમજાવી રહ્યા હતા કે “હે પૂ. માતાજી! નરક ગતિના અને નરક નિગોદનાં મહાદુઃખો હું ભોગવી ચૂક્યો છું. અને તે દુઃખો ફરીથી ન ભોગવવાં પડે તે માટે સંયમ લેવાના મારા નિર્ણયમાંથી હું ચલિત થવાનો નથી.”
ફૂલની કોમળતા : બોટાદ તાલુકાના હડદડ ગામે પિતા શ્રી લક્ષ્મીચંદભાઈ ચતુરભાઈ શાહના કુળમાં અને માતા શ્રી છબલબહેન ત્રિકમભાઈ બારભાયાની કુખે સં. ૧૯૭૧, મહા સુદી ૧૩ના દિવસે જેમનો જન્મ થયો હતો તેવા શ્રી ચંપાબહેન પણ આ અધિકાર રસપૂર્વક સાંભળી રહ્યાં હતાં. નરક ગતિનું વર્ણન સાંભળતાં પોતે બેચેન બની ગયાં હતાં અને તે વાત તેમણે તેમનાં શિક્ષિકા બહેન જલુબહેનને પણ કરી હતી.
• તેમનો શાળાનો અભ્યાસ તો માત્ર બે ગુજરાતીનો જ હતો, પણ પોતે જૈન ધર્મનાં જ્ઞાનપિપાસુ હતાં અને ધર્મ પ્રત્યે ઢળેલાં હતાં. શ્રાવકજી કસ્તુરચંદભાઈ અને પૂ.શ્રી સાસુમા હરિબાની છત્રછાયા નીચે શાંતિમય લગ્નજીવન પસાર કરતાં હતાં, પણ પૂ. સંતોની ધર્મમય વાણી સાંભળી પોતે તેમાં ભીંજાતાં અને તેમના માનસપટમાં દીક્ષા લેવાના ભાવ જાગતાં, પરંતુ પૂ. સાસુમા હરિબાની બંને તેજવિહીન આંખોને કારણે તેમની સેવામાં જોડાયાં. દીક્ષા અંગીકાર કરવાની પોતાની ભાવનાને તત્કાલપૂરતી અટકાવી પણ ધર્મઆરાધનામાં ચંપાબહેન રત રહેતાં.
ધર્માનુરાગીઃ ચંપાબહેનને ધંધાદારી કારણોસર થોડો સમય હારિજમાં વસવાટ કરવો પડ્યો હતો. તેઓ બચપનથી ચોવિહાર કરતાં. વ્યાપાર ધંધાને કારણે પતિદેવને રાત્રે મોડું થતાં તેમનું દિલ દુભાતું. તેથી પતિની મંજૂરી લઈ પોતે ચોવિહાર કરતાં, છતાં પતિદેવ અને અન્ય વેપારીઓની મોડા સુધી રાત્રિભોજન લેવાની વાત તેમને ખટકતી. એકવાર ત્યાં મારવાડી મ.સા. પધારતાં ચંપાબહેને આ વાત પૂ.શ્રીને કરી અને તે મુનિરાજે રાત્રિભોજન વિષે સભામાં શ્રાવકોને એવી સુંદર સમજ આપી કે તેમણે રાત્રિભોજન કરવાનું બંધ કર્યું, જે મહાપુણ્યમાં ભાગીદાર ચંપાબહેન બન્યાં હતાં.