________________
[ ૨૦૭
અણગારનાં અજવાળા ]
ઉર્વલોકની યાત્રાભણી પૂ.શ્રી કંચનબાઈ મહાસતીજી
શુભ નામ : કંચનબહેન. માતાપિતા : ધર્મસંસ્કારી સમૃદ્ધ પરિવારમાં. જન્મસ્થળ : માલવ પ્રદેશ. દીક્ષા : વિ.સં. ૧૯૯૫–મહા સુદ પાંચમ (વસંત પંચમી), દોહિત્ર
પારસમુનિ અને દોહિત્રી પ્રમીલાબાઈ મ.સ. સાથે દીક્ષા લીધી. દીક્ષાસ્થળ : ખંભાત, દીક્ષાગુરુ : પૂ.શ્રી ચમ્પક મુનિ મ.સા. તથા પૂ.શ્રી
સરદારમુનિ મ.સા. સંપ્રદાય : બરવાળા સંપ્રદાય. સમાધિમરણ :
“સંયમ જીવનમાં પદાર્પણ કર્યા પછી બ્રહ્મચારી, ત્યાગી કે તપસ્વી કોઈ પણ સાધક ઉચ્ચ છે એમ સ્વીકારવામાં જરાયે ખોટું નથી. આત્મવિશ્વાસીને બહારનાં વચનો લેશ પણ ક્રોધ ઉત્પન્ન કરાવી શકે નહીં અને સમભાવથી ડગાવી શકે નહીં.”
જરા પાછાં હઠીએ ? જરા અતીતમાં ડોકિયું કરીએ! ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ તો ભૂતકાળમાં થોડાં પાછાં હઠીએ તો તે પાનાં ખરેખર સતી નારી-રત્નોના તેજથી સભર, સુવર્ણાક્ષરે અંકિત થયેલાં દેખાશે. પુત્ર રત્નોને જન્મ દેનારી માતાનું કોઈ યોગદાન ન હોય તો પણ તે માત્ર જન્મદાતા હોય તો પણ તે અહર્નિશ વંદનને પાત્ર બને છે. વંદનીય અને પૂજનીય ગણાય છે. તેવાં જ ઉદાહરણરૂપ છે પૂ.શ્રી કંચનબહેન, જેમની રત્નકણિએ પૂ.શ્રી સરદારમુનિ મ.સા. જે આજે બરવાળા સંપ્રદાયના વર્તમાન ગચ્છાધિપતિ મહાપદ ધારણ કરી રહ્યા છે. તેમનો જન્મ થયો હતો. જે સુપુત્રને કંચનબાએ જૈન જગતને અર્પણ કરી દીધો હતો એવા તેમનું ધર્મના સંસ્કારથી સિંચન કર્યું હતું એવી માતા ખરેખર વંદનીય છે.
પુનીત જ્યોતિઃ ભવ્ય ભારતવર્ષનાં બે મૂલ્યવાન ગૌરવવંતા પ્રદેશ