SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અણગારનાં અજવાળા ]. [ ૮૫ બને તેવા કાર્યક્રમો આપ્યા ધર્મ આધારિત સમાજ રચનાનો આદર્શ આપી રાજકારણમાં શુદ્ધિની પ્રેરણા આપી. આજે પણ ગાંધી-વિનોબા વિચારધારા પ્રમાણે ગુજરાતમાં ગુંદીઆશ્રમ, મુંબઈમાં માતૃસમાજ અને વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, માનવતા અને ધર્મની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરી રહેલ છે. મુંબઈ અને ગુજરાતની ભાગોળે આવેલ, દહાણુ અને વાનગાંવ પાસેનું ગામ ચીંચણીમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્ર-મહાવીરનગરની સ્થાપના કરી. સાંપ્રદાયિક વાડાબંધીથી મુક્ત જૈનધર્મને વિશ્વધર્મ બનાવવા માટે ત્યાં ચાર વિભાગની સુંદર કલ્પના આપી. સમાજના હિતને અર્થે, સમાજસેવકો અને સંતોના સમન્વયની એક ઝંખના મુનિશ્રી સંતબાલના હૃદયમાં હતી. તેથી દારૂબંધી કરાવવા દારૂના વ્યવસાયમાંથી લોકોને મુક્ત કરવા, ધર્મના નામે પશુબલિ-પશુવધ અટકાવવા, ગૌવધ અટકાવી શાકાહાર તરફ લોકોને વાળવા, સર્વધર્મ સમભાવનો પ્રચાર કરવા અને અસ્પૃશ્યતા નિવારણ માટે મુનિ સંતબાલજીની પ્રેરણાથી ૧૯૭૨માં સંતસેવક સમુદ્યમ પરિષદની સ્થાપના થઈ હતી જેમાં આચાર્ય તુલસી, પૂજ્ય અમરમુનિ, સ્વામી સત્યમિત્રાનંદગિરી, સ્વામી ઓમકારનંદ સરસ્વતી, પૂજ્ય આનંદઋષિ મહારાજ જેવા ભારતવર્ષના દરેક સંપ્રદાય અને ધર્મના આગેવાન વિશ સંતો જોડાયા હતા અને દેશના અનેક આશ્રમોના આગેવાનો, વડાઓ પણ આ પરિષદના કાર્યમાં જોડાયા હતા. જેનું સંયોજન માનવમુનિએ કરેલું. વક્તવ્ય અને કર્તવ્યને જીવનની એક રેખા પર રાખનાર, આ આત્મસ્થ સંતે ૨૬-૩-૮૨ના ગુડી પડવાના દિને મુંબઈની ધરતી પર અંતિમ શ્વાસ લીધો. મુનિશ્રીના અંતિમદર્શન ઘાટકોપરના સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાખવામાં આવેલ અને ત્યાં જ મોરારજીભાઈ દેસાઈને પ્રમુખસ્થાને શ્રદ્ધાંજલિ-ગુણાનુવાદ સભા યોજાઈ. અંતિમ સંસ્કાર ચીંચણીમાં દરિયાકિનારે થયા અને ત્યાં જ સમાધિ બનાવવામાં આવી લોકમાંગલ્યનાં કાર્યો કરતાં કરતાં આત્મમસ્તીમાં જીવનાર શતાવધાની ક્રાંતાને, જન્મશતાબ્દીના પાવન પ્રસંગે વંદના............!
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy