________________
[ અણગારનાં અજવાળા
સવગી સંતો
શ્રી બૂટેરાયજી મહારાજ શ્રી બૂટેરાયજી મહારાજનો જન્મ પંજાબમાં લુધિયાણા પાસે દુલુઆ નામના ગામમાં વિ.સં. ૧૮૬૩માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ટેકસિંહ હતું. તેઓ જાટ જાતિના હતા. તેઓ જમીનદાર હતા અને ગામના મુખી હતા. તેમનું ગોત્ર ગિલ હતું. ટેકસિંહનાં પત્નીનું નામ કર્યો હતું. તેઓ પંજાબમાં પતિયાલા રાજ્યના જોધપુર નામના ગામના વતની હતાં.
ટેકસિંહ અને કર્મોનું દામ્પત્યજીવન સુખી હતું પરંતુ તેમને એક વાતનું મોટું દુઃખ હતું. તેમને સંતાન થતાં, પણ જીવતા રહેતાં નહીં. જન્મ પછી બાળક પંદરવીસ દિવસે ગુજરી જતું. આથી તેઓ ઘણા નિરાશ થઈ ગયાં
હતાં.
એક દિવસ કોઈ સંન્યાસી મહારાજ પધાર્યા હતા. તેઓ સિદ્ધવચની તરીકે ઓળખાતા હતા. ટેકસિંહ અને કર્મો તેમની પાસે ગયાં અને પોતાનાં દુઃખની વાત કરી. તે વખતે એ સંન્યાસી મહારાજે તેમને આશીર્વાદ આપીને આગાહી કરતાં કહ્યું કે, “તમારે હવે એક સંતાન થશે. તે પુત્ર હશે. તમારો એ પુત્ર જીવશે, પરંતુ તે સાધુ-સંન્યાસી થઈ જશે. એને સાધુ-સંન્યાસી થતાં તમે અટકાવતાં નહીં.”
સાધુ મહારાજના આશીર્વાદથી ટેકસિંહ અને કર્મોને આનંદ થયો. તેમણે કહ્યું, “ગુરુમહારાજ! અમારો દીકરો જો જીવતો રહે તો પછી ભલેને એ સાધુ-સંન્યાસી થાય. એથી મને તો આનંદ જ થશે. એને જોઈને અમારું જીવ્યુ લેખે લાગશે. અમે વચન આપીએ છીએ કે એને સંન્યાસી થતાં અમે અટકાવીશું નહીં.”
ત્યાર પછી સં. ૧૮૬૩માં તેમના ઘેર બાળકનો જન્મ થયો. બાલક અત્યંત તેજસ્વી હતું. પતિપત્ની બાળકને લાડકોડથી ઉછેરવા લાગ્યાં. પંદરપચીસ દિવસ થવા છતાં બાળકને કશું થયું નહીં. એથી તેમનો ડર નીકળી ગયો. તેમનો ઉત્સાહ વધી ગયો. સાધુ મહાત્માનું વચન જાણે સાચું પડતું