________________
૧૨૦ ]
[ અણગારનાં અજવાળા અને ત્રણ લોકના નાથ પાસે માફી માંગી. પરણેતર સ્ત્રી સિવાય કોઈની પણ સામે નજર ન કરવાની પ્રતિજ્ઞા કરી.
સમર્પણતા: બાળ બ્ર. માનકુંવરબાઈ મ.સ.ની શાન-દર્શન-ચારિત્ર અને તપની સમ્યગુ આરાધનાની સુવાસ ચારે તરફ ફેલાતી રહી. આમ આ સંયમસાધના કરવાની સાથે અનેક આત્માઓને પણ કલ્યાણ સધાવી પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. જ્યારે ઉપર્યુક્ત બનાવ બન્યો ત્યારે પૂ.શ્રી ડુંગરશી મ.સાહેબે પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ.ને તેમનાં રૂપ–લાવણ્ય ઉપર કોઈ મોહાંધ ન થાય તે માટે તેમને કોલસા વાટી ચોપડવાની સલાહ આપી હતી અને પૂ.શ્રીની હિતસલાહને પૂ. મહાસતીજીએ પોતાના આત્મલાભરૂપ ગણી નમ્રતાપૂર્વક શિર-સાવંદ્ય કરી હતી. બા.બ્ર. પૂ. શ્રી ૮૦ વર્ષનો સુદીર્ધ સંયમપર્યાય પાળી ૯૪ વર્ષની ઉંમરે આલોચી, નિંદી, નિઃશલ્ય થઈને સાત પ્રહરનો સંથારો કરી અંતિમ મહાપ્રયાણે સંચર્યાં હતાં. આપને અમારાં અગણિત વંદન હો! __णारई सहए वीरे, वीरे नो सहए रई।
जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रजई ।। એવો સમભાવી સાધક વીર અને સ્થિરબુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) હોય છે. તેથી એનું ચિત્ત કોઈ પણ સંયોગોમાં આસક્ત થતું નથી અને આસક્તિ જ શોક અને હર્ષનું કારણ છે.
શ્રી આચારાંગ સૂત્ર તો જ આટલો દીર્ધ સંયમપર્યાય, શુદ્ધ, વિશુદ્ધ, રીતે પાળી શકાયો હોય જે બહુ કઠિન માર્ગ છે.