________________
અણગારનાં અજવાળા ]
[ ૧૨૧
અનાસક્ત સાધક
પૂ. શ્રી હીરબાઈ મહાસતીજી શુભનામ : પૂ.શ્રી હીરુબાઈ મ.સ. કમળશીભાઈ બદાણી સંપ્રદાય : ગોંડલ સંપ્રદાય. દીક્ષાદાતા : પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા. દીક્ષા સ્થળ : દીવનગર.
દીક્ષા : વિ.સં. ૧૮૧૫ના કારતક વદ દશમ-એક સાથે પાંચ ભવ્યાત્માઓએ દીક્ષા લીધી. પુત્ર : પૂ. શ્રી ડુંગરશી સ્વામી, પુત્રી : પૂ. શ્રી વેલબાઈ મ.સ.; વેલબાઈના સુપુત્ર; પૂ. શ્રી હીરાચંદભાઈ મ.સા. તથા વેલબાઈનાં સુપુત્રી : પૂ. શ્રી માનકુંવરબાઈ.
કાળધર્મ સમયે ઃ (સંસારી પુત્ર) પૂ. શ્રી ડુંગરશી મ. સાહેબે પૂ. શ્રી હીરબાઈ મ.સને છેલ્લે આલોચના અને અનશનવ્રત ગ્રહણ કરાવ્યું. ૫૮ દિવસપર્યતનો પૂ.શ્રીએ દીર્ધ સંથારો કર્યો.
ત્યાગ એ જ સાચો ધર્મ
ત્યાગીઓ એ જ સાચા ધર્મગુરુ. દિવ્ય રાહેઃ જેમના અંતરના ઊંડાણમાં ડોકિયું કરતાં ક્યાંય નાનો શો ડાઘ હાથ ન લાગે તેવી જ તેમની શાંત અને સૌમ્ય મુખાકૃતિ તેવી જ તેમની દિવ્ય આભા! પવિત્ર પરમાણુથી વાસિત થયેલી આભા જેમાં ભલભલા ખેંચાઈ જાય તેવી. પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા.ના વિ. સં. ૧૮૧૪ આસપાસ ચાતુર્માસ નિમિત્તે દીવનગરમાં પગલાં થયાં અને પૂ. શ્રીના પવિત્ર આભામંડળનો અને તેમની પ્રતિભાનો પ્રકાશ ચોદિશ ફેલાતાં તેનું એક દિવ્યકિરણ પૂ.શ્રી ડુંગરશી મ.સા.ને સ્પર્શી ગયું. તેમને મોહનિંદ્રામાંથી જાગૃત કરતું ગયું. સાથે સાથે પૂ. શ્રી સ્વામીનાં માતા, બહેન અને તેમના બે ભાણેજને પણ જગાડતું ગયું અને વિ.સં. ૧૮૧૫ના કારતક સુદ દશમના માંગલિક દિવસે તે પાંચેય ભવ્યાત્માઓએ પ્રવ્રજ્યાને પંથે પ્રયાણ આદર્યું. તે સમયે માતા શ્રી હીરુબાઈની ઉંમર ૪૫ વર્ષની હતી. પુત્રના સંયમમાં બાધક થવાને બદલે તેમાં સહાયક થઈ સાધક થવા સંયમપંથે માતા હીરાબાઈ ચાલી નીકળ્યાં.