________________
અણગારનાં અજવાળા ]
[ ૬૧ ઊઠે તેમ તેમના ગંભીર નંદીઘોષથી સહુનાં મન મયુર નાચી ઊઠતા હતા. કુદરતે ગુરુદેવને એક વિચરણ વ્યક્તિત્વ સાથે આ પૃથ્વી પટ પર મોકલ્યા હતા. તેઓને પામી આ ધરા ધન્ય બની ગઈ. તેમના વ્યક્તિત્વના પ્રભાવે તેઓ ધાર્યું કાર્ય કરાવી શકતા હતા. આ બાબતનું એક જ ઉદાહરણ–
કોઈ એક ગામમાં જૈનસંઘમાં ઉપાશ્રય માટે ફાળો થઈ રહ્યો હતો. ગુરુદેવની પ્રેરણાત્મક ઘોષણાથી ફાળો આગળ વધી રહ્યો હતો. આ સભામાં એક અતિ લોભી શ્રાવક બેઠા હતા. જેમને પાંચ રૂપિયા પણ દાનમાં આપતાં પરસેવો વળતો હતો. ભલભલા એમની પાસેથી એક દમડી પણ કઢાવી શકે નહિ. ગુરૂદેવની ધારણા હતી કે આ ભાઈ પાસેથી પૂરા પાંચ હજાર ફાળામાં લખાવવા. જે વાત અગાઉ ગુરુદેવે અન્ય શ્રાવકને કહી હતી. શ્રાવકો આ સાંભળી હસી પડ્યા. “ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી આ વાત સૌને લાગતી હતી. ગુરુદેવ પાટે બિરાજ્યા તેઓનો ગિરિ ગર્જનાતુ ઉદ્યોષ મંગલવાણી સાથે પ્રવાહિત થયો. પેલા શ્રાવક રત્ન ત્રીજી કે ચોથી પંક્તિમાં બેઠેલા હતા. ગુરુદેવનો પડકાર તેમના વ્યક્તિત્વને અનુરૂપ હતો. આવા ઉત્કૃષ્ટ પ્રેરણા ભરેલા ભાવોનો પ્રભાવ સહુને પ્રમુદિત કરી રહ્યો હતો. પેલા શ્રાવકનું મન દ્રવી ઉઠ્યું. કદાચ એમના માટે જિંદગીની આ પહેલી જ તક હશે. તેઓ વ્યાખ્યાન પૂરું થતાં પહેલાં જ વચ્ચે જ બોલી ઉઠ્યા, “લખો મારા પાંચ હજારને એક ૫૦૦૧, આ સાંભળીને સકળ સંઘ આશ્ચર્ય સાથે ખુશ-ખુશ થઈ ગયો, જે શ્રાવક “ન ભૂતો ન ભવિષ્યતિ” બોલ્યા હતા તે પણ સ્તબ્ધ થઈ ગયા.
આમ જ્યારે જ્યારે જે જે ક્ષેત્રે કોઈ પણ શાસન સેવાનાં કાર્યો, માનવ સેવાનાં કાર્યો કે જીવદયાનાં કાર્યો માટે જરૂર ઊભી થઈ હોય અને ગુરુદેવની પડકાર ભરી હાકલ સાંભળતા, જેમ અષાઢી મેહુલો ગાજે અને વર્ષા વરસી પડે તેમ શ્રાવકોનાં દીલ દરિયાવ થઈ, દાનનો વરસાદ વરસાવી દેતાં અને શાસન પ્રભાવનાનાં અનેક કાર્યો સહજ રીતે પાર પડતાં. ગુરુદેવની વાણીમાં શીલ અને સદાચારને પોષતો ભાવ મર્યાદા સહિત વારંવાર આવતો. ગૃહસ્થ વેષે જીવતો માનવી કઈ રીતે મર્યાદામાં રહી શકે. કેટલો સંયમ હોવો જોઈએ. અને એ સંયમ અને મર્યાદાનો