________________
૬૦ ].
[ અણગારનાં અજવાળા વિવિધક્ષેત્રોમાં પૂજ્ય ગુરુદેવ શ્રી ચંપકમુનિજીએ
પૂજ્ય ગુરુદેવ શ્રી વિનયચંદ્રજી મ.સ. સાથે, શ્રી અમરમુનિજી, શ્રી સોમચંદજી, શ્રી સુમનમુનિજી, શ્રી સરદારમુનિજી, શ્રી હર્ષદમુનિજી, શ્રી પારસમુનિજી, શ્રી તરુણમુનિજી, પૂ. સવાઈમુનિ તથા શ્રી મુકેશમુનિજી તથા ભાવનગર મુકામે આચાર્યશ્રી નાનાલાલજી મ.સા. સાથે યશસ્વી ચાતુર્માસ કર્યું.
વર્તમાને પૂ. સરદારમુનિ, પૂતરુણમુનિ, પૂ. પારસમુનિ, પૂ. શાંતિમુનિ, પૂધિર્મેન્દ્રમુનિ, પૂ. પ્રમીલાબાઈ, પૂ. હંસાબાઈ મ.સ., પૂ. સુદિશાબાઈ આદિ સંત-સતીઓ ધર્મપ્રભાવના કરી રહ્યા છે.
સૌરાષ્ટ્ર કેશરી પૂ. પ્રાણગુરઃ પ્રભાવક ધર્મ પુરુષ
(ગોંડલ સંપ્રદાય) સૌરાષ્ટ્ર કેસરી પુજ્ય પ્રાણલાલજી મહારાજ એક ઓજસ્વી તેજસ્વી પ્રભાવક ધર્મપુરુષ હતા. સોરઠના લાડીલા સંતની ધર્મ પ્રભાવના ઉત્કૃષ્ટ કોટીની હતી. ગુરુદેવ જય-માણેકની પાવન નિશ્રામાં સાધનાનું અનુપમ અમૃત પીને ખીલી ઉઠેલા એ યુગપુરુષની સૌરભ સારાયે કાઠિયાવાડમાં મહેંકી રહી હતી.
વ્યાખ્યાનની લોકભોગ્ય શૈલી જૈન-જૈનેતરો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુનિના વાણી પ્રભાવ સાથે તેમના સ્વચ્છ અને નિખાલસ વ્યવહારનો પ્રભાવ એટલો જ પ્રભાવક હતો. સમયાનુસાર ગ્રામીણ ક્ષેત્રોમાં વિચરણ કરતા ત્યારે ગ્રામ્ય પ્રજાને અનુરૂપ જે ભાવવર્ષા કરતા તે પણ અલૌકિક અને જનગ્રાહી હતી તેથી ગુરુદેવ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં પછી તે ગામડું હોય કે શહેર પણ બધે જ શ્રાવકને આરારવા યોગ્ય દાન, શીલ, તપ અને ભાવની અદ્ભુત અપાર વૃદ્ધિ થઈ. તેમની ભાવવાહી વાણીનો પ્રભાવ ચારેબાજુ પ્રસરી જતો. મેઘની ગર્જનાથી જેમ મયુર નાચી