________________
અણગારનાં અજવાળા ]
[ ૫૯
ભારિલ્લ, દુગ્ધનારાયણ શાસ્ત્રી તથા નરોત્તમદેવજી શાસ્ત્રી પાસે સંસ્કૃત તથા શાસ્ત્રોનું જ્ઞાન ભણ્યા. શ્રી અંબુલકરજી પાસે અંગ્રેજી શિખ્યા.
ભાવનગર, કંથારિયા, બ્યાવર, બદનાવર, કુશલગઢ, સાદડી સંમેલન અને બરવાળાને લાભ મળ્યા.
૨૦૧૩ના વૈશાખવદ બીજના પાછીપુરમાં સરદારમુનિજીની દીક્ષા
થઈ
સીસ્વાના ચાતુર્માસ પછી સાતપૂડા પર્વતની ખીણમાં વિચરણ કર્યું. સં. ૨૦૧૪ના ખંભાતના ચાતુર્માસ પછી ૨૦૧૫ના ચાતુર્માસ માટે મુંબઈમાં પદાર્પણ થયું.
સાંગલી, કોલ્હાપુર, કર્ણાટક, ધારવાડ વિ. ક્ષેત્રોને લાભ આપી ગુજરાતમાં પદાર્પણ થયું.
સં. ૨૦૨૦ના મહાસુદ ૩ના ધન્યદિને બરવાળા શ્રી સંઘમાં પૂ.શ્રી ચંપકમુનિનો આચાર્યપદ મહોત્સવ શાનદાર રીતે ઉજવાયો.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર ચરોતર, ઝાલાવાડ, ભાલ વિ. ક્ષેત્રોની અને મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોમાં પૂ. શ્રી ચંપકમુનિએ શાસન પ્રભાવના કરી.
સમતા વિભૂતિ બા. બ્ર. પૂ. આચાર્ય નાનાલાલજી મહારાજ સાહેબ (સાધુમાર્ગીય સંપ્રદાય) અને પૂ. આચાર્ય ચંપકમુનિજી (બરવાળા સંપ્રદાય) એમ બન્નેનું સંયુક્ત ચાતુર્માસ વી.સં. ૨૫૦૯ (૧૯૮૩)ના વર્ષે ભાવનગરની પુણ્યધરા પર થયેલું એ પ્રસંગે બન્ને આચાર્યોએ સંયમ જીવનને નિર્મળ રાખવા અને શાસનના હિત માટે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.
૧૮-૧૦-૮૮ના પૂ. કાંતિઋષિજી (ખંભાત)ના માસખમણ તપનું પારણું પૂર્ણ થયું.તેજ દિને આસો સુદ ૬ ૧૮-૧૦-૮૮ના પૂજ્ય ગુરુદેવ આચાર્ય ચંપકમુનિની તબિયત લથડી. પૂ. સરદારમુનિજી નવકારમંત્રનું સ્મરણ કરતા હતા. ગુરુદેવનો શ્વાસ મંદ થતો જતો હતો અને ધીમે ધીમે પૂજ્યશ્રીનો આત્મા ચિર શાંતિમાં પોઢી ગયો.
હજારો ભક્તોએ ભાવપૂર્વક પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.