________________
૨૪૦ ]
[ અણગારનાં અજવાળા રજા મેળવી. દીક્ષાનું મુહૂર્ત પોતાને જોવું ન હતું. સાદાઈથી દીક્ષા ગ્રહણ કરી પણ એક બાજુ દીક્ષા હતી તો બીજી બાજુ તેમની કસોટી હતી. બાળકો બેભાન જ બની જતાં હતાં. તેમનું રૂદન હૃદયદ્રાવક હતું સંતાનોનો મોહ છોડવો મુશ્કેલ હતો. તે છોડીને તેમણે સાબરમતીમાં સં. ૨૦૧૪–અષાઢ સુદ બીજના દિવસે દીક્ષા અંગીકાર કરી. આ વૈરાગણને વિદ્વાન, વ્યાખ્યાતા કે પંડિત બનવું ન હતું પણ પંડિત મરણે મરવું હતું અને જલદી ભવનો અંત લાવવો હતો. તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ખૂબ દેઢ હતાં. વૈયાવચ્ચની ભાવના ઉચ્ચ હતી અને વૈરાગી બહેનોને ભણાવવાની ઉત્તમ સેવા કરતાં.
દેશમાં ત્રણ ચાતુર્માસ કરી સં. ૨૦૧૮માં તારાબાઈ મ.સ. મુંબઈ પધાર્યા. ૨૦૨૧માં વિલેપાર્લા ચાતુર્માસમાં તેમને ગર્ભાશયનું કેન્સર થયું, તો પણ તેઓ પ્રસન્નતાપૂર્વક કહેતાં કે આ કેન્સર તો કર્મનું કેન્સર કરવા આવ્યું છે. કર્મ ખપાવવાની ઉત્તમ ઘડી છે. આત્મસાધનામાં રમણતા કરવાની છે. પંડિતમરણે મરવાનો શ્રેષ્ઠ અવસર આવ્યો છે. ટ્રીટમેન્ટથી તેમને સારું થયું પણ સં. ૨૦૨૨માં ઘાટકોપર ચાતુર્માસમાં તેમને માથામાં જોરદાર ઝાટકો આવ્યો ફરી પછી સારું થયું. થોડા સમય પછી ફરીથી માથાનો દુઃખાવો ઊપડ્યો. ડૉક્ટરો આવ્યા. તેમની અભુત સમતા જોઈ ચાર્જ લીધા વિના પાછા ફર્યા. શ્રી તારાબાઈએ પોતે હવે અઢી દિવસ છે તેવા તેમના તરફથી ગૂઢ સંકેતો આવ્યા કરતાં સમય આવ્યે એમણે ધૂન શરૂ કરી. સતીવૃંદ પાસે ગોચરી વહેલી પતાવડાવી દીધી. મૃત્યુ પછીનાં કપડાં સીવડાવી વહેલાં પહેરીને મૃત્યુને વધાવવાની તૈયારી કરી લીધી. તેમને સંથારાના પચ્ચકખાણ કરાવવામાં આવ્યાં. તે સમયે તેમના મુખ ઉપર ખૂબ હર્ષની છાયા ફરી વળી. છેવટે ૪૮ વર્ષની ઉંમરે ૮ાા વર્ષના દીક્ષાપર્યાય પાળી પંડિતમરણે પ્રસન્નચિત્તે આત્મસાધનામાં લીન થઈને સં. ૨૦૨૩ મહા વદ બીજને શનિવારે તા. ૨૫-૨-૭૬ના રોજ સમાધિપૂર્વક તેમનો દિવ્ય આત્મા દિવ્યલોક તરફ પ્રયાણ કરી ગયો. ખંભાત સંપ્રદાયના શરદ મંડળમાંથી એક તેજસ્વી તારાનો અસ્ત થયો.
અપારા-વિસરાએ નિજનો દોષ ગણી લે!... સમાધિમાં રહીને પ્રેમે પ્રભુને ભજી લે.
આ છે અણગાર અમારા ...કોટિ કોટિ વંદન અમારા ...