________________
અણગારનાં અજવાળા ]
[ ૨૪૧
જંજીર હતી જે કર્મોની તે મુક્તિની વરમાળ બની
પૂજ્ય જસુબાઈ મહાસતીજી
નામ : જસુબહેન. મૂળનામ : જીવીબહેન
માતાપિતા : શ્રી શાંકુબહેન જુઠાભાઈ. ધ્રાંગધ્રા. ૨૫ વર્ષની ઉંમરે વૈધવ્ય
[ખંભાત સંપ્રદાય]
દીક્ષા : સં. ૧૯૯૬-વૈશાથ સુદ છઠ્ઠ, ૧૩-૫-૪૦ સોમવારે. દીક્ષાગુરુ : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સ., ગુરુણી પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. કાળધર્મ : સં. ૨૦૧૬ શ્રાવણ સુદ ત્રીજ કઠોર ગામે
“ગુરુ અને વૃદ્ધની સેવા એ મોક્ષ માર્ગ છે. તે સેવા કદી નિષ્ફળ ન જાય. સેવા કરનાર દુઃખી ન થાય. જે શક્તિ પૂજ્યોની સેવામાં વપરાતી નથી તે શક્તિ નથી. શ્રાપ છે.”
આ સંસાર એટલે સુખદુઃખોના તડકા-છાયા પણ જે આત્મા દુઃખોની ગલીમાં ગૂંચવાતો નથી, મનની મસ્તી ગુમાવતો નથી તે તે દુઃખોના પહાડ વચ્ચેથી પણ સુખનો રાજમાર્ગ શોધી સંયમમાર્ગે પ્રયાણ કરે છે અને આત્માના અનેરા ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. તે આત્માઓ જગતના વંદનીય પૂજનીય બની જાય છે.
તેવા જ અમારાં અણગાર પૂ. જસુબાઈ મહાસતીજીની આ ગૌરવગાથા છે.
તેઓનો જન્મ ધ્રાંગધ્રા શહેરમાં પિતાશ્રી વીરચંદભાઈ જુઠ્ઠાભાઈને ખોરડે અને માતા શ્રી શાંકુબહેનને ખોળે થયો હતો. આમ તો પૂ. શ્રી જસુબાઈ મ.સ.નું મૂળ નામ જીવીબહેન હતું. ૨૫ વર્ષની નાની ઉંમરે તેમનું સાણંદ ગામનું સાંસારિક જીવન પત્તાના મહેલની માફક કડડભૂસ થઈ ગયું હતું. પતિની છત્રછાયા ગુમાવી બેઠાં. તેમને એક સુભદ્રા નામે પુત્રી હતી. યોગાનુયોગ આ. શ્રી બા.બ્ર.પૂ. ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા.નું ચાતુર્માસ