SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] [ અણગારનાં અજવાળા મહારાજશ્રીને દક્ષિણ તરફ આવવા વિનંતી કરી અને તેનો સ્વીકાર થયો; તેથી મહારાજશ્રીને ઇન્દોરથી બડવાહા, સનાવદ, બુરહાનપુર, ફૈજપુર તથા ભૂસાવળ થઈ અહમદનગરમાં ૧૯૬૮માં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. દક્ષિણનાં સુપ્રસિદ્ધ ચાતુર્માસ : અહગદનગર, જુન્નેર, ધોડનદી અને જામગાંવમાં ચાતુર્માસ થયાં. જામગાંવના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીને ‘ગણિ’ પદવી અર્પણ કરવામાં આવી. અહીંથી ફરી અહમદનગર, ધોડનદી, મીટી, હિવડા, સોનઈ વગેરે નગરોમાં વિહાર કર્યો. હિવડામાં ઉદેપુરથી આવેલા પૂ. શ્રી લાલજી મહારાજે સંઘની આજ્ઞાથી તેઓશ્રીને યુવાચાર્યની પદવી અર્પણ કરી. ૧૯૭૫ના સીલામના ચાતુર્માસ વખતે ચૈત્ર વદ ૯ ને બુધવારના રોજ વિધિપૂર્વક યુવાચાર્યની ઉજવણી કરવામાં આવી. બીજે જ વર્ષે પૂ. શ્રી લાલજી મહારાજના સ્વર્ગવાસના સમાચાર મહારાજશ્રીને ભીનાસરમાં મળ્યા, જેના અનુસંધાનમાં તેઓએ આઠ દિવસના ઉપવાસ કર્યા. આચાર્ય પદવી : હવે સમસ્ત સંઘ અને સમાજના કાર્યકલાપ, માર્ગદર્શન અને રક્ષણની જવાબદારી મહારાજશ્રીને શિરે આવી પડી હતી. તેમણે પોતાનો અનુભવ સમાજ સમક્ષ રજૂ કરી દીધો. તેઓએ કહ્યું કે શિક્ષણનું કાર્ય ત્વરાથી હાથ ખરી નિરક્ષરતા, અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરવાના કાર્યને અગ્રિમતા આપવી જોઈએ, પરંતુ સમાજમાં હજુ એવા કાર્યકરો તૈયાર થયા નહોતા તેથી સાધુમાર્ગી જૈન હિતકારિણી સંસ્થા' એ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. બીકાનેર અને રતલામમાં ચાતુર્માસ પૂરાં કરી મહારાજશ્રી દક્ષિણમાં સતારા, પૂના, જલગાંવ અને અહમદનગરમાં ફર્યા. વિ.સં. ૧૯૮૧ના જલગાંવના ચાતુર્માસમાં તેઓના હાથમાં એક નાનું ગૂમડું થયું. તેમાં પાક થઈ ગયો અને પરુ ભરાઈ ગયું. આખરે પ્રખ્યાત સર્જન ગુલગાંવકરે મધુપ્રમેહનું નિદાન કર્યું અને ઓપરેશન કર્યું ત્યારે બેભાન કર્યા વગર ચીરો મૂકીને પરુ કાઢી નાખતાં ધીમે ધીમે સારું થઈ ગયું. મહારાજશ્રીની સહનશીલતા, નિર્ભયતા અને દેહ પ્રત્યેના નિર્મમત્વનો આ અદ્ભુત પ્રસંગ હતો. સતારામાં શ્રી ભીમરાજજી અને સિરેમલજી તથા પૂનામાં શ્રી જીવણલાલજીની દીક્ષાઓ સારી રીતે સંપન્ન થઈ. ૧૯૮૦નું ઘાટકોપરનું
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy