SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] [ અણગારનાં અજવાળા પરંતુ અહીંથી તેઓશ્રીનું શારીરિક સ્વાસ્થ નરમ-ગરમ રહેવા લાગ્યું. અશક્તિ વધારે જણાવવા લાગી, છતાં તેઓશ્રીએ મારવાડ તરફ વિહાર કર્યો અને છેલ્લાં ચાતુર્માસો તેમણે ક્રમશઃ બાવર, બગડી, બીકાનેર અને ભાનાસરમાં કર્યા. અંતિમ અવસ્થા : સૌરાષ્ટ્રથી જે અશક્તિ અને ઘૂંટણ તથા શરદીનું દર્દ ચાલું થયેલું તે ઓછું થાય તે પહેલાં જ વિ.સં. ૧૯૯૯ના જેઠ સુદ પૂનમને દિવસે, મહારાજશ્રીની દીક્ષા સુવર્ણજયંતીની ઉજવણી પછી માત્ર છ મહિનામાં જ તેઓશ્રીને જમણી બાજુના અર્ધા અંગમાં પક્ષઘાતનો હુમલો થયો. પીઠના નીચેના ભાગમાં મોટું ગૂમડું પણ થયું હતું. છતાં તેઓએ શાંતિથી સૌને ખમાવીને સમતાપૂર્વક દેહત્યાગ કર્યો. સ્મશાનયાત્રા અને ઉત્તરક્રિયા પણ તેમના પદને અને વ્યક્તિત્વને અનુરૂપ થયા. સમસ્ત રાજ્યમાં શોક પાળવામાં આવ્યો અને તેમના જીવનકાર્યને અનુરૂપ “શ્રી જવાહર વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. પૂ. મહારાજશ્રીની વિશેષતાઓ : (૧) તેમના જીવનમાં બાળપણથી જ વૈરાગ્યના દઢ સંસ્કાર ઉદય પામ્યા હતા. (૨) માત્ર રૂઢિગત ક્રિયાઓમાં જ રોકાઈ ન રહેતાં જ્ઞાનની આરાધના તરફ તેઓ વિશેષ લક્ષ આપતા. (૩) તેઓ પ્રગતિશીલ, સુધારાવિદ અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા. પોતાની મર્યાદામાં રહી સમસ્ત સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપવાની નીતિમાં તેઓ અંત સુધી દેઢ હતા. (૪) ધાર્મિક પુરુષો ઉપરાંત રાષ્ટ્રની અનેક પ્રતિભાસંપન વ્યક્તિઓ પણ તેમનાં દર્શન, સત્સંગ અને પ્રવચન અર્થે આવતી, જેમાં મુખ્ય નામો નીચે પ્રમાણે ગણાવી શકાય ? (૧) રાષ્ટ્રપિતા મહાત્માગાંધી વિ.સં. ૧૯૯૩, રાજકોટ (૨) સરદાર વલ્લભભાઈ પટેલ વિ.સં. ૧૯૯૩, રાજકોટ
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy