________________
૭૨ ].
[ અણગારનાં અજવાળા ૪૦ સાધ્વીઓ અને હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય એકત્ર થયો હતો.
ઉત્સાહભર્યા વાતાવરણમાં વિ.સં. ૧૯૮૯ના ચૈત્ર સુદ ૧૦ને બુધવારના દિવસથી આ ચિરપ્રતિક્ષિત સંમેલનનો મંગલ પ્રારંભ થયો. સંમેલનમાં ગુજરાતના સાધુઓની સંખ્યા ૩૨ જેટલી હતી. મંગલાચરણ કરવાનું સૌભાગ્ય મુનિ શ્રી રત્નચંદ્રજીને પ્રાપ્ત થયું હતું. શાંતિરક્ષકો તરીકે ગુજરાતના શ્રી રત્નચંદ્રજી અને પંજાબના શ્રી ઉદયચંદજી નિમાયા હતા. કાર્યવાહીના લેખકો તરીકે શ્રી આત્મારામજી અને શ્રી સંતબાલજી નિમાયા હતા. યુવાચાર્યપદ અને ઉપાધ્યાયપદની નિમણૂક, ચોમાસાં નીમવાની અને દોષશુદ્ધિ આપવાની સત્તા આ બાબતો વિશે સારું સમાધાન થયું. જુદા જુદા પ્રાંતમાં વિચરતા એક જ સંપ્રદાયના અને પૂર્વે પરસ્પર નહીં મળેલા સાધુઓને એકબીજાનો પરિચય કરી વાત્સલ્ય વધારવાની આ સંમેલનમાં તક મળી.
ઉત્તર ભારતનો વિહાર : “સાધુ તો ચલતા ભલા' એ ઉક્તિ અનુસાર અજમેરનું સાધુસંમેલન પૂરું થતાં મહારાજશ્રીએ જયપુર તરફ પ્રયાણ કર્યું. જૈન સાધુના જીવનમાં લોકસંપર્ક માટે, અનાસક્તિ જાળવવા માટે, વિવિધ પ્રકારના અનુભવો દ્વારા સંયમી જીવનનું ઘડતર કરવા માટે અને શરીર નીરોગી રાખવા માટે ચાતુર્માસ સિવાયના સમયમાં સતત પાદવિહારની આજ્ઞા આપેલી છે. સંમેલન પછી શ્રી નાનચંદજી મહારાજે આગ્રા તરફ વિહાર કર્યો અને શ્રી રત્નચંદ્રજી મહારાજે વિવિધ સંઘોની વિનંતીથી જયપુરમાં ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનનું પરબ માંડ્યું. મોટી સંખ્યામાં મુનિઓ તેમની પાસે રહી સંસ્કૃત, પ્રાકૃત અને જૈન આગમોનો વિશેષ અભ્યાસ કરશે, એવી તેમની ભાવના હતી. મહારાજશ્રીની આ ભાવનાનો પ્રતિભાવ મધ્યમકક્ષાનો રહ્યો અને ચાર પંજાબી તથા આઠ રાજસ્થાની મુનિઓ એમ કુલ ૧૨ મુનિઓએ પૂ. મહારાજશ્રીના જ્ઞાનપરબનો ઠીક ઠીક લાભ લીધો.
દિલ્હી થઈને પંજાબમાં ઃ અલ્વરના ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં દિલ્હી તરફ વિહાર થયો. મહારાજશ્રીનું વિવિધ ભાષાઓ ઉપરનું પ્રભુત્વ, વિશાળ સાહિત્યજ્ઞાન અને અદ્ભુત સ્મરણશક્તિને દર્શાવનારાં અવધાનોની