________________
[ ૮ ]
બે બોલ
સ્થાનકવાસી જૈન ફીરકાના સંતો સતીઓના જીવન, કવન અને આધ્યાત્મિક યાત્રાને ઉજાગર કરતું “અણગાર જૈન સમાજને અર્પણ કરી રહ્યા છે તે સમાજ માટે એક મંગલમય ઘટના છે.
નંદલાલ દેવલુક સંપાદિત પથદર્શક પ્રતિભાઓ” જેવા દળદાર ગ્રંથના એક વિભાગ “પાનખરમાં ખીલ્યાં ગુલાબ'ના તેઓ લેખિકા છે. બીજા લેખક ગુણવંતભાઈ બરવાળીયા છે. તેઓએ પણ પથદર્શક પ્રતિભાઓ' ગ્રંથમાં એક વિભાગ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના જ્યોતિર્ધરોનું લેખન કર્યું છે. આ બન્નેના સ્તુત્ય પ્રયાસથી સમાજને એક અણમોલ ગ્રંથરત્ન પ્રાપ્ય થાય છે તે અત્યંત આનંદની વાત છે.
સ્વભાવે પ્રસન્નચિત્ત પ્રવિણાબહેન આનંદી અને મિલનસાર છે. તેઓ અનેક સામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. વ્યવસાયે અધ્યાપિકા તરીકે સફળ રહ્યા. અનેકવિધ પ્રવૃત્તિમાં જીવંત રસ, વાંચન અને અભ્યાસ પરત્વે ઉંડી રૂચિ, વાતચીત, ચર્ચા અને રજુઆતની આગવી અસરકારક શૈલી વગેરે લાક્ષણિકતાઓ ધરાવતું બહુમુખી પ્રતિભા સંપન્ન એક સભર વ્યક્તિત્વ એટલે પ્રવિણાબહેન. જીવનની ઉત્તરાવસ્થામાં આધ્યાત્મિકતા પ્રતિ વળવું, ધર્મમાં અભિરૂચિ થવી, તેમાં પ્રવૃત્ત થવું અને માત્ર ક્રિયાકાંડ પુરતું નહીં, પરંતુ જૈન ધર્મના મર્મનો અભ્યાસ કરવા પ્રયાસ કરવો–આ સઘળી બાબત જીવનને એક કલ્યાણકારી વળાંક આપે છે. જીવનની આ વિરલ, પવિત્ર અને પુણ્યશાળી ઘટના ગણાય. પ્રવિણાબહેનના જીવનમાં આ ઘટના સહજતાથી ઘટી છે.
સહલેખક ગુણવંતભાઈ બરવાળિયા વ્યવસાયે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હિસાબકિતાબના નિષ્ણાત. આર્થિક ઘટનાઓને આંકડાકીય સ્વરૂપ આપવાની શુષ્ક કામગીરી. છતાં ધર્મ પ્રત્યે અભિરૂચિ થવી, અભ્યાસ કરવાની ઇચ્છા થવી અને ધર્મના તત્ત્વને પામવું વગેરે