________________
[ ૭ ] ગ્રંથમાંથી પ્રસ્તુત લખાણો “અણગારનાં અજવાળા' નામે ગ્રંથસ્થ કરી પ્રકાશન કરી રહ્યા છીએ.
આ ગ્રંથના વિમોચન માટે અંધેરી શ્રી સંઘ-મુંબઈનો તેમજ સહકાર આપવા બદલ માટુંગા સંઘનો આભાર માનીએ છીએ.
આ ગ્રંથ પ્રકાશન માટે શ્રી નંદલાલભાઈ દેવલુક, જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, માનનીય અરવિંદભાઈ સંઘવીનો આભાર. આચાર્યશ્રી વિરેન્દ્રમુનિ તથા પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિના આશિર્વાદ પ્રાપ્ત થયા છે તે અમારા માટે ગૌરવની ઘટના છે.
ગ્રંથમાં પ્રગટ થયેલા અધ્યાત્મને ઉજાગર કરતાં અણગારના જીવનમાંથી આપણને દિવ્ય પ્રેરણા મળશે એજ અભીપ્સા.
ગુણવંત બરવાળિયા
માનદ્ સંયોજક સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર,
ઘાટકોપર-મુંબઈ